શોધખોળ કરો
Advertisement
જે.ડે. હત્યાકાંડઃ અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન દોષી જાહેર, પત્રકાર જિગ્ના વોરા નિર્દોષ
મુંબઇઃ પત્રકાર જેડેની હત્યા કરવાના મામલાને લઇને સાત વર્ષ બાદ આજે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે, જજ સમીર અજકર આ મામલામાં અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનને દોષી જાહેર કર્યો છે. બે અન્ય આરોપીઓ જિગ્ના અને પૉલ્સનને આ કેસમાં નિર્દોષ છુડી મુકવામાં આવ્યા છે.
ફરિયાદી પક્ષે કહ્યું હતું કે, પત્રકાર જેડીની હત્યા છોટા રાજનના ઇશારે કરવામાં આવી હતી. આ મામલે તપાસ અને પુછપરછ બાદ પોલીસે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
મુંબઇમાં અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન વિરુદ્ધ કેટલાય કેસો ચાલી રહ્યાં છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાજન બધા કેસોની સુનાવણી દરમિયાન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજરી આપે છે. મુંબઇની સ્પેશ્યલ મકોકા કોર્ટમાં છોટા રાજન સહિત 11 ઓરોપી પત્રકાર જેડે હત્યાકાંડનો ચૂકાદો સાંભળવા માટે હજાર રહ્યાં હતાં.
ફરિયાદી પક્ષ અનુસાર, માફિયા છોટા રાજનને એવું લાગતુ હતું કે જેજે તેની વિરુદ્ધ લખતા હતા, જ્યારે મૉસ્ટ વૉન્ટેડ અંડરવર્લડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો ઇશારો થતુ હતું. બસ આ જ કારણે છોટા રાજને પત્રકાર જેડેની હત્યા કરાવી હતી. તેને જ હત્યાકાંડનું કાવતરું રચ્યુ હતું. પુરાવાના રૂપે કેટલાક એક્સ્ટ્રા જ્યૂડિશિયલ કન્ફેશન છે.
2011માં મુંબઇના પવઇ વિસ્તારમાં અંગ્રેજી છાપુ મિડ ડે માટે કામ કરનારા વરિષ્ઠ પત્રકાર જ્યોતિ ડે ની અંડરવર્લ્ડના શૂટરોએ 5 ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી. હત્યાના સમયે જેડે પોતાની મોટરસાયકલ પર સવાર હતા. જેડેની હત્યાનો મુખ્ય આરોપી ડૉન છોટા રાજન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement