શોધખોળ કરો
Advertisement
મહાબલીપુરમમાં શી જિનપિંગ અને PM મોદીએ કરી મુલાકાત, ડીનરમાં દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી
શી જિનપિંગ 2 દિવસ માટે ભારત પ્રવાસે આવ્યા છે, ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થઈ રહી છે. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે.
મહાબલીપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગની યજમાની માટે મહાબલિપુરમ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી તમિલના પરંપરાગત પોષાકમા નજર આવ્યા. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાંજે 5 વાગે મહાબલીપુરમ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમનું તમિલ વેશભૂષામાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તેને ‘વેશ્ટી’ કહેવામાં આવે છે.
બન્ને નેતાઓએ ડિનર પહેલા મહાબલીપૂરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ, પંચ રથ અને તટ મંદિરના દર્શન કર્યા હતા. બાદમાં બંનેએ નારિયેળ પાણી પીધું અને અનૈપચારિક વાતચીત શરૂ કરી. મહાબલીપુરમમા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું હતું. જિનપિંગને ડિનરમાં પારંપરિક દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી.
આ પહેલા ચેન્નાઇમાં શી જિનપિંગનું એરપોર્ટ જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શી જિનપિંગ 2 દિવસ માટે ભારત પ્રવાસે આવ્યા છે. ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થઈ રહી છે. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે.Tamil Nadu: Prime Minister Narendra Modi with Chinese President Xi Jinping at the Arjuna's Penance in Mahabalipuram. https://t.co/G1sQtXS1G1 pic.twitter.com/b3c3n8xDKh
— ANI (@ANI) October 11, 2019
#WATCH Prime Minister Narendra Modi receives Chinese President Xi Jinping at Mahabalipuram, Tamil Nadu pic.twitter.com/WHxpisnwLX
— ANI (@ANI) October 11, 2019
શી જિનપિંગના પહેલા જ પીએમ મોદી મહાબલીપુરમ પહોંચી ગયા છે, નરેન્દ્ર મોદીએ શી જિનપિંગના આગમને વધાવવા ત્રણ ભાષામાં ટ્વીટ કર્યુ હતુ. પીએમે ચીની, તામિલ અને અંગ્રેજી ભાષામાં ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.#WATCH Tamil Nadu: Chinese President Xi Jinping arrives in Chennai, received by Governor Banwarilal Purohit. The second informal summit between Prime Minister Narendra Modi and President Xi will begin in Mahabalipuram today. pic.twitter.com/rXoLzvTRyG
— ANI (@ANI) October 11, 2019
在金奈降落。
我很高兴来到泰米尔纳德邦这片伟大的土地,泰米尔纳德邦以其伟大的文化和热情好客而闻名。 泰米尔纳德邦将接待习近平主席,这十分令人高兴。愿本次非正式会晤进一步加强印中关系。 pic.twitter.com/cS7t6jO3xJ — Narendra Modi (@narendramodi) October 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
આરોગ્ય
Advertisement