ઝારખંડ ચૂંટણી પર ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, 'BJP સાથે બેઠકો પર સહમતિ નહીં થાય તો.... '
Jharkhand Assembly Elections: ચિરાગ પાસવાને કહ્યું કે તેમની પાર્ટીએ આજે બેઠક કરી છે જેમાં ઝારખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં થનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા કરી છે.
Jharkhand News: લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને રવિવારે એ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી લડશે જે વર્ષના અંતમાં થવાની છે. ચિરાગ પાસવાને રાંચીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કાં તો એલજેપી ગઠબંધન સહયોગી ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે અથવા તો પોતાના દમ પર ચૂંટણી લડશે.
ચિરાગ પાસવાનને રવિવારે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટી લેવામાં આવ્યા. તેઓ આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર રહેશે. તેમની ચૂંટણી રાંચીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં થઈ. ચિરાગ પાસવાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે "આગામી પાંચ વર્ષ માટે મારી પસંદગી કરવામાં આવી છે."
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગે કહ્યું કે "હરિયાણા, જમ્મુ કાશ્મીર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીઓ અંગે બેઠકમાં ચર્ચા થઈ. મારી પાર્ટી ઝારખંડમાં સહયોગી પક્ષ ભાજપ સાથે ચૂંટણી લડશે અથવા તો પોતાના દમ પર ચૂંટણી લડશે." ઝારખંડમાં આ જ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
એકલા ચૂંટણી લડવા પર આ બોલ્યા ચિરાગ
રાંચીમાં એલજેપી રામવિલાસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બિહારથી ચૂંટાઈને આવેલા તેના બધા સાંસદો હાજર હતા. ચિરાગ પાસવાને કહ્યું કે ઝારખંડની જનતા પરિવર્તન ઇચ્છે છે. પરિવર્તન માટે તેમની પાર્ટી ચૂંટણીમાં ઉતરશે. જો બેઠકો પર સહમતિ ન બને તો એલજેપી રામવિલાસ એકલી ચૂંટણી લડશે.
केंद्रीय खाद्य प्रसंस्करण उद्योग मंत्री सह हाजीपुर लोकसभा क्षेत्र से माननीय सांसद आदरणीय श्री @iChiragPaswan जी को राष्ट्रीय कार्यकारणी की बैठक में पुनः लोक जनशक्ति पार्टी (रामविलास) का राष्ट्रीय अध्यक्ष चुने जाने पर हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं।
— Lok Janshakti Party (@LJP4India) August 25, 2024
पार्टी को आपके कुशल नेतृत्व… pic.twitter.com/3XjeWmKiTf
બેઠકોના તાલમેલ પર આધાર રાખશે ગઠબંધન હેઠળ ચૂંટણી
ચિરાગે કહ્યું, "2014માં ઝારખંડમાં જ ભાજપ સાથે ગઠબંધન થયું હતું. અમને એક બેઠક આપવામાં આવી હતી. અમે ચૂંટણી લડ્યા હતા. આ વખતે સ્વતંત્ર રાજ્ય એકમને આઝાદી આપવામાં આવી છે. તે ગઠબંધન માટે તૈયાર છે કે એકલા લડવા માંગે છે, એ નિર્ણય તે કરશે. અમે ઔપચારિક રીતે ગઠબંધન સમક્ષ પણ આ મુદ્દો રાખીશું. બેઠકો મુદ્દે સહમતિ થશે તો ગઠબંધન હેઠળ ચૂંટણી લડીશું અથવા તો એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લઈ શકીએ છીએ."
આ પણ વાંચોઃ