Cholesterol Control:શરીરમાં બનવા લાગશે ગૂડ કોલેસ્ટ્રોલ, આ 5 વાતનું ધ્યાન રાખો
Cholesterol Control:શરીરમાં ગૂડકોલેસ્ટ્રોલ વધવાથી આપણે હાર્ટ સ્ટ્રોક જેવી ગંભીર બીમારીથી બચી શકીએ છીએ, જાણો કઇ આદતોથી શરીરમાં ગૂડ કોલેસ્ટ્રોલને વધારી શકાય છે.
Cholesterol Control:આજકાલ બગડતી જીવનશૈલીને કારણે લોકોને શરીરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, વધુ તેલયુક્ત મસાલાવાળા ખોરાક ખાવાથી કોલેસ્ટરોલનું સ્તર પણ વધે છે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ગંભીર રોગો થઈ શકે છે. જેનાથી બચવા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, સારું અને ખરાબ. એચડીએલને 'ગુડ કોલેસ્ટરોલ' અને એલડીએલને 'બેડ કોલેસ્ટરોલ' કહેવામાં આવે છે. શરીરમાં સારું કોલેસ્ટ્રોલ આપણા હૃદય માટે સારું છે. આવી સ્થિતિમાં, તમારે તમારા શરીરમાં સારા કોલેસ્ટરોલને વધારવું જોઈએ. સારું કોલેસ્ટ્રોલ લોહીમાંથી વધારાની ચરબી ઘટાડે છે અને ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આપણું શરીર જ સારી કોલેસ્ટરોલ બનાવે છે. જીવનશૈલી સુધારીને ગૂડ કોલેસ્ટ્રોલને વઘારી શકાય છે.
શુગરને ડાયટમાંથી આઉટ કરો,વધુ સ્વીટ ખાવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને તેનાથી ગૂડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે. તેથી જ ડાયટમાંથી ખાંડના પ્રમાણને ઓછું કરવું જોઇએ. તેના બદલે આપ ફળ અને જ્યૂસની નેચરલ શુગર લઇ શકો છો.
ગૂડ કોલેસ્ટ્રોલને વધારવા માટે ડાયટની સાથે એક્સરસાઇઝ પણ જરૂરી છે. નિયનિય વ્યાયામ યોગ કરી શકો છો. નિયમિત રોજ અડધો કલાક વ્યાયામ માટે ફાળવો જોઇએ, આપ વોક, રનિંગ, જોગિંગ, સ્વીમિંગ અથવા તો જિમ જઇને પણ વર્કઆઉટ કરી શકો છો.
આપની ડાયટમાંથી પ્રોસેસ્ડ ફૂડને ડિલિટ કરી દો. શરીરમાં ગૂડ કોલેસ્ટ્રોલ વધારવા માટે પ્રોસેસ્ડ ફૂડને દૂર કરવું જોઇએ. પ્રોસેસ્ડ ફૂડમાં વધુ માત્રામાં ટ્રાન્સ ફેટ અને સેચૂરેટેડ ફેટ હોય છે. જેનાથી બેડ કોલસ્ટ્રોલ વધેછે.
જો આપના શરીરમાં ગૂડ કોલેસ્ટ્રોલ ઓછું થઇ રહ્યું છે. તો આપને સ્મોકિંગ, ડિન્કિંગનીઆદત છોડવી જોઇએ. આ બંને વસ્તુઓ બેડ કોલેસ્ટ્રોલને વધારે છે, જેટલું ઝડપથી શક્ય હોય આ બંને આદતને છોડી દેવી જોઇએ.
શરીરમાં મેદસ્વીતા વધવાથી કેટલીક બીમારી શરૂ થઇ જાય છે. જો આ સ્થિતિમાં વજન વધે છે તો બેડ કોલેસ્ટ્રોલ વધવાનું શરૂ થઇ જાય છે. ગૂડ કોલેસ્ટ્રોલ વધવાથી આપ આપના વજનને નિયંત્રિત રાખો., ફાઇબર અને પ્રોટીનયુક્ત ફૂડને ડાયટમાં સામેલ કરો. તેનાથી વજન કન્ટ્રોલ કરો.