CDS Bipin Rawat Chopper Crash: હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન, એરફોર્સે કરી પુષ્ટી
તમિલનાડુના કુન્નરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

Background
Army Chopper Crash: તમિલનાડુના કુનુર આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘટનાસ્થળે જલ્દી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જનરલ બિપિન રાવતના નિધન પર યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ જનરલ બિપિન રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
સીડીએસ જનરલ બિપિન રાવતના નિધનથી એરફોર્સે કરી પુષ્ટી
ઇન્ડિયન એરફોર્સે હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના નિધનની પુષ્ટી કરી હતી. એરફોર્સે લખ્યું કે હેલિકોપ્ટર પર સવાર સીડીએસ બિપિન રાવત, મધુલિકા રાવત અને 11 અન્ય જણાનું દુર્ઘટનામાં નિધન થયું છે.























