શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારી વચ્ચે 1 ઓક્ટોબરથી આ રાજ્યમાં ખુલશે સિનેમાગૃહો, જાણો
કોરોનાના રોગચાળાને કારણે મોદી સરકારે માર્ચ મહિનામાં લાદેલા લોકડાઉનને જૂનથી ખોલવાની શૂઆત કરી હતી.
કોલકાતા: કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા છ મહીનાથી બંધ સિનેમાગૃહો હવે ખુલશે તેમ લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 1 ઓક્ટોબરથી સિનેમાગૃહ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
કોરોનાના રોગચાળાને કારણે મોદી સરકારે માર્ચ મહિનામાં લાદેલા લોકડાઉનને જૂનથી ખોલવાની શૂઆત કરી હતી. મોદી સરકાર દ્વારા અલગ અલગ તબક્કામાં લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવી રહી છે.
અનલોક 4 સુધીમાં સરકારે અનેક છૂટ આપી છે. હવે આજે એટલે કે સોમવારે મોદી સરકાર Unlock 5.0ની જાહેરાત કરશે અને તેમાં 31 ઓક્ટોબર સુધીના સમય માટે નવી ગાઈડલાઈન્સની જાહેરાત થઈ શકે છે.
મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે, પચાસ ટકા બેઠકો પર પ્રેક્ષકોને બેસાડવાની મંજૂરી સાથે મલ્ટિપ્લેક્સ અને થીયેટરોને ખોલવાની મંજૂરી મળે. પશ્ચિમ બંગાળમાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. 1 ઓક્ટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી મળે તેવી શક્યતા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion