આ રાજ્યના સીએમની દીકરીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- મોદી હૈ તો મુશ્કિલ હૈ
તેલંગાણામાં વર્ષ 2023માં ચૂંટણી યોજાવાની છે પરંતુ મે 2022માં જ ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. આ કડીમાં સત્તાધારી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ આ સમયે બીજેપી પર શાબ્દિક હુમલા કરી રહી છે.
Telangna Election: તેલંગાણામાં વર્ષ 2023માં ચૂંટણી યોજાવાની છે પરંતુ મે 2022માં જ ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. આ કડીમાં સત્તાધારી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) આ સમયે બીજેપી પર શાબ્દિક હુમલા કરી રહી છે. સીએમ કેસી રાવની દીકરી એમએલસી કે. કવિતાએ પ્રધાનમંત્રી મોદી પર જોરદાર હુમલો કર્યો છે.
मोदी है तो मुश्किल है ।।
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 21, 2022
जीडीपी पाताल में है महंगाई आसमान में।।
पेट्रोल गैस सिलेंडर डीजल के दाम आसमान पर है और आमदनी पाताल मैं है ।।
क्यों कि मोदी है तो मुश्किल है ।। pic.twitter.com/U6y3ayw5w6
કવિતાએ દેશમાં વધતી મોંઘવારી પર નિશાન સાધતા કહ્યું કે, મોદી હૈ તો મુશ્કિલ હૈ. તેમણે કહ્યું કે, આજે જીડીપી પાતાળમાં છે, મોંઘવારી આસમાને છે. પેટ્રોલ,ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવ આસમાને છે અને સામાન્ય લોકોની આવક પાતાળમાં છે. તેથી હું કહું છુ કે મોદી છે તો મુશ્કેલી છે.
કે. ચંદ્રશેખરે બીજેપી પર તાક્યું નિશાન
તો બીજી તરફ ટીઆરએસા પ્રમુખ અને તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે બુધવારે દેશને રાજનીતિક મોરચે કે રાજનીતિક પૂનર્ગઠનની નહીં પરંતુ વૈકલ્પિક એજન્ડાની જરૂરિયાત બતાવી બતાવી હતી. તેમણે નવી રાજનીતિક તાકાતના ઉદયનું આહવાન કર્યું હતું જેમાં તેમની પાર્ટી દેશના વિકાસ માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે. સીએમ રાવે બીજેપી પર પરોક્ષ હુમલો કરતા કહ્યું, દેશ દિલ્હી અને કર્ણાટકમાં બનેલી તાજેતરની સાંપ્રદાયિક ઘટનાઓને જોઈ રહ્યો છે, જ્યારે ધર્મ સિવાય વિકાસ અને લોકોના કલ્ણાય માટે જોર આપવું જોઈએ.
પાટીદારોની જેમ અન્ય સમાજ પરના કેસ પરત ખેંચે ગુજરાત સરકાર
Banaskantha : ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ થયેલા વિરોધ પ્રદર્શન અને તોફાનોમાં પાટીદારો સામે કરેલા કેસ પાછા ખેંચ્યા છે. હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ માંગ કરી છે કે જેમ પાટીદારો પરના કેસ પરત ખેંચાયા, તેમ અન્ય સમાજ સામેના કેસ પણ પરત ખેંચવામાં આવે.
ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યો જિજ્ઞેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબહેન ઠાકોરે આ માંગ સાથે હુંકાર કર્યો કે, આવતીકાલે બનાસકાંઠાના વાવમાં જનવેદના સંમેલન યોજાશે.જેમાં પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ, ઊનાકાંડ વખતે દલિતો પર થયેલા કેસ અને આંદોલનો વખતે અન્ય સમાજ સામે થયેલા કેસ પરત ખેંચવા માંગ કરવામાં આવશે . સાથે ત્રણેય ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી કે જો ચૂંટણી પહેલાં તેમની માંગ ન સંતોષાઈ તો આ આંદોલન રાજ્યસ્તરે લઇ જવામાં આવશે.
આવતીકાલે વાવમાં કોંગ્રેસના જન વેદના આંદોલનને લઈને વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યએ પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાતમાં સર્વ સમાજ પરના કેસ પરત ખેંચાય તેને લઈને આવતી કાલે જન વેદના આંદોલનનું મંડાણ થશે અને આંદોલન આગામી સમયમાં રાજ્ય વ્યાપી હશે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આવતીકાલે વાવમાં યોજાનાર જન વેદના સંમેલનને લઈને પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાતમાં પાટીદાર સમાજ પર કેસ થયા હતા અને એ પરત ખેંચાયા છે ત્યારે હવે આ ધારાસભ્યોની માગણી છે કે ગુજરાતમાં સર્વ સમાજ છે અને સરકાર પણ સર્વ સમાજની છે. સર્વ સમાજ પર થયેલા કેસ જેમાં પોલીસ ફરિયાદ હોય જેમાં સરકાર ફરિયાદી હોય એવા કેસ પરત ખેંચવા જોઈએ.