Complete Lockdown in Kerala: દેશના આ જાણીતા રાજ્યમાં થઈ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત, જાણો વિગત
કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને જોતાં ફરી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ લોકડાઉન માત્ર શનિવાર 24 જુલાઈ અને રવિવાર 25 જુલાઈ પૂરતું જ રહેશે.
કોચ્ચિઃ દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર કાબુમાં આવી ગઈ છે પરંતુ ઘણા રાજ્યોમાં હજુ પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને જોતાં ફરી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ લોકડાઉન માત્ર શનિવાર 24 જુલાઈ અને રવિવાર 25 જુલાઈ પૂરતું જ રહેશે. કેરળ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ 24 અને 25 જુલાઈના રોજ 12 અને 13 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા નિર્દેશો સાથે પૂર્ણ લોકડાઉન રહેશે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કહ્યું કે, રાજ્યમાં લગાવવામાં આવેલા કોવિડ-19 પ્રતિબંધો એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કેરળમાં 1,26,894 એક્ટિવ કેસ છે. જ્યારે 30,45,310 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 15,512 કોરોના દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે.
The Health and Family Welfare Department is directed to conduct a mass testing campaign on Friday, 23rd July 2021 with a target of 3 lakh tests across Kerala with special focus on Districts where the seven day average Test Positivity Rate (TPR) is above 10%: Government of Kerala
— ANI (@ANI) July 21, 2021
કોરોનાના કુલ કેસ
- કુલ કેસ: 3,12,16,337
- એક્ટિવ કેસ: 4,07,170
- કુલ રિકવર: 3,03,90,687
- કુલ મોત: 4,18,480
- કુલ રસીકરણ: 41,54,72,455
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.