શોધખોળ કરો

રાફેલ ડીલઃ રાહુલ ગાંધીનું સરકાર પર નિશાન, કહ્યુ- મોદીને બચાવી રહી છે ફ્રાન્સની કંપની દસોલ્ટ

નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઇને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે, રાફેલ ફાઇટર પ્લેન બનાવનારી ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશને સીઇઓએ કહ્યું હતું કે,  અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર એટલા માટે બનાવી કારણ કે તેમની પાસે જમીન હતી. કોગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટે અનિલ અંબાણીને 284 કરોડ રૂપિયા આપ્યા અને અંબાણીએ તેમાંથી જમીન ખરીદી હતી. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દસોલ્ટ ફક્ત મોદીને બચાવી રહી છે અને જો તપાસ થશે તો વડાપ્રધાન ટકી શકશે નહીં. તેમને રાત્રે ઉંઘ આવી રહી નથી, તે ટેન્શનમાં છે કે પકડાઇ જઇશું. રાહુલે દસ્તાવેજ બતાવીને આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટે અનિલ અંબાણીની તે કંપનીને 284 કરોડ રૂપિયા આપ્યા જેની માર્કેટ કેપિટલાઇજેશન આઠ લાખ રૂપિયા હતી. રાહુલે કહ્યુ કે, દસોલ્ટે જે રૂપિયા આપ્યા તે રૂપિયાથી અનિલ અંબાણીએ જમીન ખરીદી. હવે દસોલ્ટના સીઇઓ કહી રહ્યા છે કે જમીન હોવાના કારણે અનિલ અંબાણીની કંપનીને કામ મળ્યું છે, એચએએલને નહીં. રાહુલે સવાલ કર્યો હતો કે દસોલ્ટે એક એવી કંપનીમાં પૈસા કેમ રોક્યા જે કોઇ કામ કરી રહી નથી અને લોસ મેકિંગ હતી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, રાફેલ ડીલમાં થયેલું કૌભાંડ ઓપન એન્ડ શટ કેસ છે. જેમાં બે વ્યક્તિની પાર્ટનરશીપ છે. અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદીની પાર્ટનરશીપ છે. રાહુલે કહ્યું કે, જો વડાપ્રધાન મોદી તેમાં સામેલ ના હોત તો તેઓ તપાસ કરવાનું કહેત, સીબીઆઇ પાસે કરાવી લો, સુપ્રીમ કોર્ટ પાસે કરાવી લો. પરંતુ ચોકીદાર ચૂપ છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર દાખલ અરજી પર સુનાવણી કરતા મોદી સરકાર પાસે કિંમત સંબંધી જાણકારીઓ માંગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો

Embed widget