શોધખોળ કરો

Bilkis Bano Case: આરોપી જેલમાંથી છૂટ્યા બાદ કરી રહ્યો છે વકીલાત,સુપ્રીમ કોર્ટના જજ પણ હેરાન,આપી તીખી પ્રતિક્રિયા

Supreme Court on Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતોમાંથી એક આ દિવસોમાં વકીલાતનું કામ કરી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

Supreme Court on Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતોમાંથી એક આ દિવસોમાં વકીલાતનું કામ કરી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તેણે બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ પર વિચાર કરવાની જવાબદારી ગુજરાત સરકારને આપી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે મુક્તિ પછી તેને કોઈ પડકારી શકે નહીં. કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ગુજરાત સરકારે કહ્યું કે તેણે સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ મુક્તિ પર વિચાર કર્યો છે અને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેતા પહેલા તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે.

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને ગયા વર્ષે 15 ઓગસ્ટે  છોડી મુકવામાં આવ્યા હતા. આજીવન કેદની સજા પામેલા આ લોકોએ લગભગ 15 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તેમની મુક્તિનો નિર્ણય કરતી વખતે 1992 ના જેલ નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ નિયમોમાં 14 વર્ષની જેલની સજા બાદ મુક્તિ પર વિચાર કરવાની જોગવાઈ છે.

દોષિતોની મુક્તિ સામે અરજી દાખલ

બિલ્કીસ બાનો ઉપરાંત સીપીએમ નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર્તા રૂપરેખા વર્મા અને ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સહિત અનેક લોકોએ આ લોકોની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં અરજદારોએ જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુઈયાની બેંચ સમક્ષ તેમની દલીલો રજૂ કરી છે. આજે (ગુરુવાર, 24 ઓગસ્ટ) ગુજરાત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ સિવાય 11માંથી 2 દોષિતોએ પણ અરજીઓનો વિરોધ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી 31 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે થશે.

નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે આરોપી

બિલ્કીસ બાનો કેસના દોષી રાધેશ્યામ તરફથી હાજર થયેલા એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ ન્યાયાધીશોને કહ્યું કે તેમના અસીલને જેલમાં તેમના સારા વર્તનના આધારે મુક્ત કરવામાં આવ્યા છે. તેણે 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. હવે તે નીચલી કોર્ટમાં વકીલ બની ગયા છે. તે મોટર અકસ્માતના દાવાઓના કેસોમાં વકીલાત કરે છે. મલ્હોત્રા કહેવા માગતા હતા કે છૂટ્યાના 1 વર્ષ પછી કોઈને ફરીથી જેલમાં નાખવા યોગ્ય નથી, પરંતુ ન્યાયાધીશોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જઘન્ય અપરાધમાં દોષિત વ્યક્તિ કાયદાની પ્રેક્ટિસ કરે છે.

મુક્ત થયા બાદ દોષનો અંત નથી આવતો

જસ્ટિસ ભુઈયાએ પૂછ્યું કે શું દોષિત વ્યક્તિ કાયદાની પ્રેક્ટિસ કરી શકે છે? આના પર વકીલે સજા પૂરી થવાનો ઉલ્લેખ કર્યો, પરંતુ જસ્ટિસ નાગરત્ને તેમને રોકતા કહ્યું કે, મુક્તિ સંબંધિત વહીવટી આદેશ વ્યક્તિને સજા પૂરી થાય તે પહેલા જેલમાંથી બહાર લાવી શકે છે, પરંતુ તેના અપરાધને દૂર કરી શકતો નથી.

મુક્ત થયા પછી જેલમાં મોકલવા યોગ્ય નથી

આ કેસમાં અન્ય એક દોષી વિપિન જોષી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે જણાવ્યું હતું કે જો બિલ્કીસના ગુનેગારોને છોડાવવામાં કોઈ ખામી હશે તો રાજ્ય સરકાર તેનો જવાબ આપશે, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીને કારણે તેમને ફરીથી જેલમાં પાછા મોકલવા યોગ્ય નથી. કાયદો દરેકને સમાજમાં સુધારો કરવાની અને ફરીથી સમાજમાં સામેલ થવાનો મોકો આપે છે. એવું ન કહી શકાય કે જો દોષિતોને કાયદેસર રીતે મુક્ત કરવામાં આવ્યા છે, તો બિલકીસના કોઈ અધિકારનું ઉલ્લંઘન થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget