શોધખોળ કરો
દેશના કયા ત્રણ રાજયોમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ નોંધાયા, 24 કલાકમાં 13 હજારથી વધુ સંક્રમિત
દેશમાં છેલ્લા નવ દિવસમાં કોરોના સંક્રમિતોના કેસમાં વધારો થયો છે. ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, તેલંગાણા, અને કેરળમાં સરેરાશ કેસમા વઘારો થઇ રહ્યો છે. 24 કલાક 13,500 નવા કેસ નોંધાયા છે. સાત દિવસના આઘારે ડેઇલી કોવિડ કેસોનું રોલિંગ એવરેજ સતત નવ દિવસમાં વઘ્યું છે. દેશમાં ત્રણ રાજયોમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ ચિંતામાં વધારો કર્યો છે.

ભારતના ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, તેંલગાણા અને કેરળમાં નવા કોરોનાના સ્ટ્રેન સામે આવ્યાં છે. આ બે વેરિયન્ટનું નામ N440K અને E448K છે. E448K એવું મ્યુટેશન છે. જેનાથી શરીરના ઇમ્યૂનિટી ડેવલપ કરીને બચી શકાય છે. જ્યારે N440K બહુ ઝડપથી શરીરના રિસેપ્ટર્સથી જોડાઈ છે એટલે કે બહુ ઝડપથી ફેલાઇ છે. દેશના કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા નવ દિવસથી કોવિડ-19ના કેસમાં વધારો થયો છે.
સાત દિવસના આધારે ડેઇલી કેસમાં સરેરાશ 14 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 1,800થી વધુ કેસનો ઉછાળો જોવા મળ્યો છે. 14 ફેબ્રુઆરીએ 11,430 કેસ હતા. મંગળવારે 13,267 થઇ ગયા, અત્યાર સુધીના અપડેટની વાત કરીએ તો મંગળવારે 13, 742 કેસ સામે આવ્યાં છે. જેમાં તેલંગાણાના આંકડા પણ સામેલ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. જ્યાં 24 કલાકમાં 6,218 નવા કેસ નોંધાયા છે. કેરળમાંથી 4,034 નવા કેસ સામે આવ્યાં છે. આ બંને રાજ્યોના કેસનો સરવાળો કરીને ટકાવારી કાઢવામાં આવે તો દેશના 75 ટકા કેસ માત્ર બંને રાજ્યોમાંથી છે.
પંજાબમાં મંગળવારે 426 નવા કેસ નોંધાયા છે.. જે છેલ્લા 2 મહિનાથી વધુ છે. ગુજરાતમાં પણ કેસ વધ્યાં છે. મંગળવારે કોવિડથી મરનારની સંખ્યા 104 રહી, જેમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અહીં 51 મોત નોંધાયા છે. નોંધનિય છે કે, છેલ્લા ત્રણ દિવસથી કોવિડથી મોતની સંખ્યા 100ની નીચે હતી. મંગળવારે તેમાં પણ ઉછાળો જોવા મળ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement