શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો ઈલાજ કરવાનો દાવો કરતી દવા થઈ લોંચ, ક્યા દેશમાં કોરોનાના દર્દીઓનો થાય છે આ દવાથી ઈલાજ ? જાણો વિગત
કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે. કંપનીએ આ દવની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખી છે.
નવી દિલ્હીઃ કોવિડ વિરૂદ્ધ જંગમાં બધી આશા રસી અને એન્ટીવાયલ દવા પર ટકેલી છે. સમગ્ર વિશ્વનૈ વૈજ્ઞાનિકો તેની પાછળ લાગેલા છે. પરંતુ ભારત સહિત વિશ્વભરમાં રીપર્પસ (પહેલેથી જ ઉપયોગમાં લેવાતી દવા) પર પણ રિસર્ચ કરી રહ્યા છે. શનિવારે દેશમાં એક દવા લોન્ચ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ દવા કોવિડના હલ્કા સંક્રમિત દર્દી પર કરી શકાય છે. તેનાથી એક સકારાત્મક સંકેત મળી રહ્યા છે. જોકે, દિલ્હીના ડોક્ટરોનો આ મામલે મિશ્ર પ્રતિસાદ છે.
મેક્સ ઇન્ટરનલ મેડિસિનના ડોક્ટર રોમેલ ટિક્કૂનું કહેવું છે કે, હાલમાં મર્યાદિત ઉપયોગની મંજૂરી મળી છે એટલે કે દરેક દર્દીને આ દવાની મંજૂરી મળી નથી. હાલમાં કોવિડના માઈલ્ડ અને મોડરેટ દર્દીઓ પર તેના ઉપયોગની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં, જે દર્દીને દવા આપવામાં આવશે તેનો ડેટા રાખવો પડશે. આગામી 1000 દર્દી સુધી આ કરવું જરૂરી છે. આ વિશે ગંગારામ હોસ્પિટલના લંગ્સ સર્જન ડોક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, હાલમાં આ દવાથી વધારે આશા ન રાખી શકાય. જે અભ્યાસ થયો છે તેમાં વધારે ભૂમિકા જોવા નથી મળી રહી, હાલમાં તેના પર લિમિટેડ ટ્રાયલ થયું છે.
જ્યારે ડોક્ટર ટિક્કૂનું કહેવું છે કે, આ કેટલી ઇફેક્ટિવ છે અને કેટલી સેફ છે તેના માટે મોટા ટ્રાયલની જરૂરત છે, જે ટ્રાયલ ચાલી રહ્યું છે. તેના રિઝલ્ટ બાદ જ કંઈ કહી શકાય. તેમણે કહ્યું કે, આ દવા જાપાનમાં ફ્લૂ માટે ઉપયોગમાં લેવાય છે. તેને રશિયામાં પણ કોવિડ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ દવા ભારતમાં કોરોનાના દર્દી પર કેટલી અસર કરેછે. ડોક્ટરોનું કહેવું છે કે, હાલમાં જ્યાં સુધી નવી દવા ન આવી જાય ત્યાં સુધી રીપપર્સ દવા પર આશા બંધાયેલી છે. સારી વાત એ છે કે આ એક ઓરલ ડ્રગછે, જ્યારે રેમડેસીવર એન્ટ્રાવિનસ ડ્રગ છે. તેમાં દર્દી દવા ઘરે પણ લઈ શકે છે, આ લાભદાયક થઈ શકે છે.
જણાવીએ કે, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે કોવિડની હલ્કા લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ માટે લોન્ચ કરી છે. કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે. કંપનીએ આ દવની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખી છે. ગ્લેનમાર્ક અનુસાર, 200 mgની 34 ટેબલેટવાળી એક સ્ટ્રિપની કિંમત 3500 રૂપિયા હશે. આ દવા હિમાચલ પ્રદેશની બડ્ડી ફેસિલિટીમાં બનાવવામાં આવી રહી છે. કંપની અનુસાર, આ દાવને હોસ્પિટલ્સ અને રિટેલ ચેન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુંબઈના આ દવા કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે, તેણે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI)તરફતી મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદનની મંજૂરી મળી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion