શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં છૂટ બાદ દિલ્હીમાં કોરનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 14 નવા કંટેનમેંટ ઝોન બન્યા
એક તરફ દિલ્હીમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે તો બીજી તરફ દિલ્હીમાં કોરોનાથી થનારા મોતના આંકડા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કારણે રોજબરોજ હાલત બગડી રહી છે. દિલ્હીમાં 22 મે સુધી 24 કલાકની અંદર જ કોરોનાના 14 નવા કંટેન્મેંટ ઝોન બની ગયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં એક દિવસમાં આટલા કંટેન્મેંટ ઝોન ક્યારેય નથી બન્યા. 14 નવા કંટેન્મેંટ ઝોનની સાથે દિલ્હીમાં કુલ 92 કંટેન્મેંટ ઝોન થઈ ગયા છે.
નવા કંટેન્મેંટ ઝોન
1. A-28, દીપ એન્કલેવ, પાર્ટ-2, વિકાસપુરી
2. RZ-535/11, ગલી નંબર-46, સાધ નગર, પાલમ કોલોની
3. હાઉસ નંબર 667, ગલી નંબર 3, કંગનહેરી
4. ફ્લેટ નંબર 102, DG3 બ્લોક, વિકાસપુરી
5. J-106, પૂરન નગર, મેઇન રોડ, મેટ્રો પિલર નંબર 33 નજીક, પાલમ કોલોની
6. F-204, વિકાસપુરી
7. હાઉસ નંબર-23 થી 15, 15 થી 191 અને 230થી 233, સનલાઈટ કોલોની-1
8. EE-બ્લોક જહાંગીરપુરી
9. હાઉસ નંબર 690, લાલબાગ, આઝાદપુર
10. E-2 બ્લોક, જહાંગીરપુરી
11. D-1, જહાંગીરપુરી
12. N-116, જેજે કેમ્પ, બાદલી
13. હાઉસ નંબર 92 થી 212, નાહરપુર ગામ
14. X- બ્લોક, મંગોલપુરી
એક તરફ દિલ્હીમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે તો બીજી તરફ દિલ્હીમાં કોરોનાથી થનારા મોતના આંકડા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કેજરીવાલ સરકાર કહી રહી છે કે કોરોનાના કારણે અત્યાર સુધીમાં 208 લોકોના મોત થયા છે, જ્યારે ડેથ સર્ટિફિકેટ રજૂ કરતા નગર નિગમનના કહેવા મુજબ 564 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા વધીને 208 સુધી પહોંચી ગઈ છે, જ્યારે સંક્રમણના એક દિવસમાં સૌથી વધુ 660 કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12,319 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement