શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona Vaccine: ભારતમાં કેટલી રસી ક્લિનિક્લ ટ્રાયલના વિવિધ તબક્કામાં છે ? ICMR એ શું કહ્યું, જાણો વિગત
કોરોના વાયરસના કુલ મામલમામાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓના મોત થયા છે. 50 ટકા મૃત્યુ 60 કે તેથી વધારે ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીના થયા છે. 37 ટકા મૃત્યુ 60 વર્ષના દર્દીના થયા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી તૈયાર કરવાની દિશામાં દેશની અનેક ફાર્મા કંપનીઓ ઝડપથી કામ કરી રહી છે. આઈસીએમઆર સાથે હૈદરાબાદની ભારત બાયોટેક, પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અન અમદાવાદની ઝાયડસ કેડિલા ઉપરાંત અન્ય કંપનીઓ વેક્સીન બનાવવામાં લાગી છે. સીરમ ઈન્સ્ટિયૂટ બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને રસી બનાવી રહી છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ આઈસીએમઆર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ અને આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે દેશમાં કોરોનાની સ્થિતિને લઈ જાણકારી આપી હતી.
જેમાં આઈસીએમઆરના ડો. બલરામ ભાર્ગવે કહ્યું, હાલ 3 ભારતીય રસી ક્લિનિક્લ ટ્રાયલના વિવિધ તબક્કામાં છે. જેમાંથી ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ પ્રથમ તબક્કાનું પરીક્ષણ પૂરું કર્યુ છે અને બીજા તબક્કાનું શરૂ છે. જ્યારે ત્રીજી ઓકસફર્ડની રસી છે. ઓક્સફોર્ડ વેક્સીનને બીજા અને ત્રીજા તબકકાના ક્લિનિકલ ટ્રાયલવ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ટ્રાયલ એક સપ્તાહની અંદર 17 સ્થાનો પર શરૂ થશે.
ભારતમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જૂનના બીજા સપ્તાહમાં મૃત્યુદર 3.36 ટકા હતો, જે જુલાઈના બીજા સપ્તાહમાં ઘટીને 2.69 ટકા થયો છે. કોરોના વાયરસના કુલ મામલમામાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓના મોત થયા છે. 50 ટકા મૃત્યુ 60 કે તેથી વધારે ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીના થયા છે. 37 ટકા મૃત્યુ 60 વર્ષના દર્દીના થયા છે.
IPL 2020ના સૌથી મોટા સમાચાર, મુખ્ય સ્પોન્સર વીવોને લઈ શું લેવામાં આવ્યો નિર્ણય, જાણો વિગતે
રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion