શોધખોળ કરો

ભારતમાં મોદી સરકાર કોરોનાની રસીને ત્રીજા ટ્રાયલ પહેલાં જ મંજૂરી આપી દેશે ? જાણો કઈ ટોચની સંસ્થાએ આપ્યો સંકેત ?

સંસદની એક સમિતિ સમક્ષ આઈસીએમઆરના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દેસી કોરોના વેક્સીનનું બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ લગભગ પૂરું થઈ ગયું છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 લાખને પાર થઈ ગઈ છે. ભારતની ઘણી કંપનીઓ કોરોનાની રસી બનાવામાં લાગી છે. ત્રણ કંપનીઓ કોરોના રસીના એકથી ત્રણ તબક્કાના સ્ટેજમાં છે.  આ દરમિયાન ICMR કોરોના વાયરસની રસીને લઈ મહત્વની વાત કહી છે. સંસદની એક સમિતિ સમક્ષ આઈસીએમઆરના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દેસી કોરોના વેક્સીનનું બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ લગભગ પૂરું થઈ ગયું છે. જો સરકાર ફેંસલો કરશે તો વેક્સીનને જલદી ઉતારવા માટે ઈમરજન્સી મંજૂરી પર વિચાર કરવામાં આવી શકે છે. ICMRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલી સંસદની સ્થાયી સમિતિના સભ્યોને જણાવ્યું કે, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી વિકસિત વેક્સીન કેન્ડિડેટ હાલ ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે. આ જાણકારી બેઠકમાં હાજર એક સાંસદે આપી હતી. ભારત બાયોટેક અને કેડિલા દ્વારા બનાવવામાં આવી રહેલી વેક્સીન બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ પૂરા કરવા નજીક છે. સાંસદે જણાવ્યું કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મદદથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ જે વેક્સીન બનાવી રહ્યું છે તે ગત સપ્તાહે ટ્રાયલના ફેઝ-2(બી)માં પ્રવેશી ચુકી છે. દેશભરમાં 17 કેન્દ્રો પર 1700 દર્દીઓ પર ટ્રાયલ થઈ રહી છે. સ્થાયી સમિતિની બેઠકમાં હિસ્સો લેનારા સાંસદ મુજબ, જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે લોકોએ હજુ આ મહામારી સાથે ક્યાં સુધી જીવવું પડશે. જેના જવાબમાં ભાર્ગવે કહ્યું, સામાન્ય રીતે અંતિમ તબક્કાના પરીક્ષણમાં છ થી નવ મહિનાનો સમય લાગે છે. પરંતુ જો સરકાર ફેંસલો કરે તો ઈમરજન્સી મંજૂરી પર વિચાર કરી શકાય છે. જેનો હેતુ છે કે જો સરકાર વેક્સીન માટે નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ્સમાં ઢીલ આપીને તેને જલગી લોંચ કરવાનો ફેંસલો કરે તો આઈસીએમઆર તેના પર વિચાર કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget