Corona Vaccine: ભારત બનાવશે 200 કરોડ વેક્સિન ડોઝનો રેકોર્ડ, જાણો વિગત
Corona Vaccine: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 200 કરોડ નજીક પહોંચ્યો ચે.
Covid-19 Vaccine: ભારતે કોરોના રસીકરણમાં મોટો રેકોર્ડ બનાવશે. દેશમાં રસીકરણનો આંકડો 200 કરોડ નજીક પહોંચવા આવ્યો છે. ભારતમાં 15મી જૂલાઈથી કોરોનાનો બૂસ્ટર ડોઝ મફત આપવાની શરૂઆત થઈ છે.. પહેલા બૂસ્ટર ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20,044 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 18,301 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.40 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.80 ટકા છે. દેશમાં એક્ટિવ કેસ 1,40,760 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,660 થયો છે. અત્યાર સુધીમાં 4,30,63,651 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.
India counting down to 2 Billion doses of the #COVID19 vaccine; around 28.15 lakh more doses to go to touch the milestone.
— ANI (@ANI) July 16, 2022
(Pic: CoWIN website) pic.twitter.com/ctEfHaD7DR
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.
14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.
13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા
12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.
11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.
10 જુલાઈએ 18.257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.