Corona Vaccine: દેશમાં કેટલા ટકા લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ ? જાણો વિગત
Covid-19 Vaccine Update: સરકારી ડેટા અનુસાર, દેશમાં રસીકરણ દર અગાઉના મહિનાઓની તુલનામાં ઝડપથી વધી રહ્યો છે
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં આવ્યું છે. કેરળને બાદ કરતાં મોટા ભાગના રાજ્યોમાં સ્થિતિ નિયંત્રણમાં છે. કોરોનાને નાથવા દેશમાં રસીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે અત્યાર સુધી સમગ્ર દેશમાં 70 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.
રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23 લાખ 46 હજાર 176 રસી ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ રસીકરણનો આંક 90.79 કરોડ થઈ ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે, આ સંખ્યા સુધી પહોંચવા માટે, દેશભરમાં અત્યાર સુધીમાં 88,05,668 રસીકરણ સત્રો હાથ ધરવામાં આવ્યા છે. આંકડા મુજબ, અત્યાર સુધી દેશની 25 ટકા વસ્તીએ બંને ડોઝ લીધા છે.
હાલમાં, દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5.67 કરોડથી વધુ રસી ડોઝ ઉપલબ્ધ છે. સરકારી ડેટા અનુસાર, દેશમાં રસીકરણ દર અગાઉના મહિનાઓની તુલનામાં ઝડપથી વધી રહ્યો છે. મે મહિનામાં દરરોજ આપવામાં આવતા ડોઝ સંખ્યા 19.69 લાખ હતી. જૂનમાં 39.89 લાખ, જુલાઈમાં 43.41 લાખ, ઓગસ્ટમાં 59.19 લાખ ડોઝ અપાયા હતા.જ્યારે સપ્ટેમ્બરમાં દરરોજ સરેરાશ 79.08 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
Strong Nation, Rapid Vaccination: India has administered the first dose of #COVID19 vaccination on 70% of the population.
Under PM @NarendraModi ji, India is achieving new landmarks in the fight against the pandemic.
Keep it up India, let us fight Corona 👏 pic.twitter.com/UIslHg8F09 — Mansukh Mandaviya (@mansukhmandviya) October 4, 2021
કોરોના સંક્રમણને રોકવા આગામી 6થી8 સપ્તાહ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.