મહારાષ્ટ્રમાં આવેલા ડેલ્ટા કેસના દર્દીઓ વેક્સિનેટ હતા કે નહીં? જાણો કઇ રીતે થયા સંક્રમિત
મહારાષ્ટ્રમાં કોવિડના ન્યૂ વેરિયન્ટ ડેલ્ટા પ્લસના 21 કેસ નોંધાયા છે. દેશમાં નોંઘાયેલા ડેલ્ટા પ્લસના કેસમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, આ તમામ દર્દીઓ વેક્સિનેટ હતા કે નહીં તે મુદ્દે મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે તમામ દર્દીનો રિપોર્ટ રજૂ કર્યો છે.
Coronavirus: કોરોનાની બીજી લહેર અંતના આરે છે. ધીરે ધીરે દેશમાં કોવિડનું સંક્રમણ ઘટી રહ્યું છે. જો કે વાયરસના મ્યુટેશને ફરી ચિંતા જગાડી છે. ડેલ્ટા બાદ હવે ડેસ્ટા પ્લસ વાયરસનું ધીરે ધીરે વધતું જતું સંક્રમણે ચિંતા વધારી છે. દેશમાં ડેલ્ટા પ્લસના 50થી વધુ કેસ નોંધાયા છે.
દેશમાં ડેલ્ટા પલ્સના કેસ તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદશમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ડેલ્ટા પ્લસના સામે આવ્યાં છે. ડેલ્ટા પલ્સના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંદાયા છે.કોરોના સામે લડત આપવા માટે એક બાજુ વેક્સિનેશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ ડેલ્ટા વાયરસ ધીરે ધીરે ફેલાઇ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે, શું વેકિનેશન આ ડેસ્ટા પ્લસ સામે રક્ષણ આપવામાં કારગર છે?
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટર પ્રદીપ અવાતેએ જણાવ્યું કે, ‘મહારાષ્ટ્રમાં આવેલા ડેલ્ટા પ્લસના કેસમાંથી કોઇ પણ વેક્સિનેટ ન હતા. તેમાંથી કોઇએ પણ વેક્સિન ન હતી લીધી. આ 21 દર્દીઓમાં ત્રણ દર્દીઓ એવા પણ છે, જે 18 વર્ષથી નાના છે. જેથી તે પણ વેક્સિનેટ ન હતા. મહારાષ્ટ્રમાં વધતાં જતાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ સામે લડવા માટે લોકોને ઝડપથી વેક્સિનેટ કરવા માટે વેક્સનેશન ડ્રાઇવ ચલાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સૌથી વધુ પ્રભાવિત 5 જિલ્લામાં કોરોના વેક્સિનેશન મોટા અભિયાનને શરૂ કરવામાં આવશે
મહારાષ્ટ્રના રત્નાગીરમાં ડેલ્ટા પ્લસના વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં કોવિડના સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યાં હતા. આ વેરિયન્ટથી સંક્રમિત એક 80 વર્ષના દર્દીનું મૃત્યુ થયું હતું. જો કે રાહતભર્યો સમાચાર એ છે કે, 21 ડેલ્ટા પ્લસ સંક્રમિતમાં એક પણ વ્યક્તિ વેક્સનેટ નથી. ઉલ્લેખનિય છે, કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંત્યત ચેપી છે અને તે ડેલ્ટા વેરિયન્ટનું બદલાયેલું સ્વરૂપ છે. જે વાયરસ સ્પાઇક પ્રોટીનથી જ શરીરમાં ફેલાય છે.ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (B.1.617.1) અને (B.1.617.2) વાયરસના મ્યુટેશનથી અસ્ત્વિત્વમાં આવ્યો છે.