શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસી લેવાથી નપુંસકતા આવી જાય ? શારીરિક સંબંધો બાંધવાની ક્ષમતા ઘટી જાય ? જાણો DCGIના વડાએ શું કર્યો ખુલાસો ?
DGCIએ જણાવ્યું કે, બંને વેક્સિન સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં કરી શકાશે. બંને વેક્સિન બે બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં અપાશે. આ બંને વેક્સિન 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની રસીને લઈ ડીજીસીઆઈએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બે રસીને મંજૂરી આપવામાં આવી હતી. ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીને ડીજીસીઆઈએ મંજૂરી આપી હતી.
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ પેનલે DGCI પાસે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સિનને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. DGCIએ જણાવ્યું કે, બંને વેક્સિન સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં કરી શકાશે. બંને વેક્સિન બે બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં અપાશે. આ બંને વેક્સિન 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે.
પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા બાદ પત્રકારોએ તેમને પૂછ્યું કે કોરોનાની રસી લેવાથી નપુંસકતા આવી જાય ? જેનો જવાબ આપતાં ડીજીસીઆઈ વીજી સોમાણીએ કહ્યું, આ બધો બકવાસ છે. ખોટીવાત છે. કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટમાં થોડી ઘણી એલર્જી, હલકો તાવ રહેવો વગેરે છે. આ બધી બાબતો તમામ વેક્સીનમાં થાય છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,177 નવા કેસ નોંધાયા છે અને 217 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,23,965 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસ 2,47,220 છે. દેશમાં કુલ 99,27,310 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોના 1,49,435 લોકોને ભરખી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement