શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું સેક્સ અથવા કિસ કરવાથી ફેલાય છે કોરોના વાયરસ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, બસ, ટ્રેન અથવા કોઈપણ સાર્વજનિક સ્થલ પર વસ્તુઓને અડવાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ રહે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ માણસના વાળ કરાતં પણ 900 ગણો સુક્ષ્મ હોય છે. માટે સરળતાથી બીજાને ચેપ લાગી શકે છે. ભારતમાં કોરોના વાયરસથી પીડિતની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. કોરોના વાયરસના બુધવારે 12 નવા કેસ સામે આવ્યા છે. આ તમામ વ્યક્તિ ઇટલી થઈને ભારત આવ્યા હતા. હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું કે આખરે કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, રોગી વ્યક્તિની નજીકથી પસાર થવાથી તમને કોરોના વાયરસ થશે કે નહીં તે 4 વસ્તુ પર આધાર રાખે છે. પ્રથમ, તમે પીડિત વ્યક્તિના કેટલા નજીક જાવ છો. બીજું, શું પીડિત વ્યક્તિના છીંખવા કે ઉધરસ આવવા પર તેના ડ્રોપલેટ્સ તમારા પર પડ્યા છે. ત્રીજું, તમે તમારા ચેહરા પર હાથ લગાવો છો. ચોથું, તમે ખુદ કેટલા સ્વસ્થ્ય છો અથવા તમારી ઉંમર કેટલી છે, કારણ કે વૃદ્ધ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે તે ઝડપથી ભોગ બની શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, બસ, ટ્રેન અથવા કોઈપણ સાર્વજનિક સ્થલ પર વસ્તુઓને અડવાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ રહે છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થનો દાવો છે કે, અહીં એક બૌદ્ધ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ આ જ કારણે આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેનના એક પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમિયરે કહ્યું કે, કોરોના વાયરસથી પિડિત વ્યક્તિએ ઓછામાં ઓછા 3 ફુટ દૂર રહેવું જોઈએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે, કોરોના વાયરસ સેક્સુઅલ ટ્રાન્સમિટેડ રોગ નથી. હેલ્થ એક્સપર્ટનું એ પણ કહેવું છે કે પીડિત વ્યક્તિને કિસ કરવાથી ચોક્કસપણે ચેપ લાગી શકે છે.
જો કોઈ પીડિત વ્યક્તિએ ખુદ ખાવાને હાથ લગાવ્યો હોય અથવા ઓછી જગ્યામાં વધારે લોકો ભોજન કરવા માટે ભેગા થાય તો વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. જોકે ખાવાને સારી રીતે ગરમ કરવા પર વાયરસ નિષ્ક્રિય પણ થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સ વ્હાઈટેકર્સે માણસ અને જાનવરોમાં કોરોના વાયરસનો ચેપ લાગવાને લઈને સંશોધન કર્યું છે. તેમણએ જણાવ્યું કે, હજુ સુધી એ વાતના પૂરાવા મળ્યા નથી કે કોરોના વાયરસ માણસથી જાનવરોમાં પણ ફેલાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion