શોધખોળ કરો
Advertisement
દેશના આ જાણીતા મંદિરના 14 પુજારીનો એક સાથે કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, જાણો વિગત
કોરોના પહેલા આશરે 80 હજાર લોકો રોજ આ મંદિરમાં આવતા હતા પરંતુ કોરોના બાદ મંદિર ખૂલ્યા પછી 10 થી 12 હજાર શ્રદ્ધાળુઓ જ આવે છે.
તિરુપતિઃ દેશના સૌથી ધનિક મંદિરો પૈકીના એકમાં તિરુપતિની ગણના થાય છે. કોરોના મહામારીના કારણે 80 દિવસ સુધી બંધ રહ્યા બાદ આંધ્રપ્રદેશનું તિરુપતિ મંદિર 11 જૂને ફરી ખૂલ્યું હતું. જે બાદ આજે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં 14 પુજારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
એકસાથે 14 પુજારીના રિપોર્ટ પોઝિટિવ આવતાં મંદિરના મેનેજમેન્ટમાં હાહાકાર મચી ગયો હતો. જેને લઈ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી અનિલ કુમાર સિંગલે મંદિરના પુજારીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે નોટબંધીના 4 વર્ષ બાદ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બદલવા માટે કેન્દ્રેને આગ્રહ કર્યો હતો. ટીટીડીના ચેરમેન વાઈવી સુબ્બા રેડ્ડીએ સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી 51 કરોડ રૂપિયાની જૂની નોટ બદલી આપવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું તે, કોરોના સંકટના કારણે મંદિરની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી ટીટીડી જૂની 500 અને 1000ની નોટ બદલવા ઈચ્છે છે.
કોરોના પહેલા આશરે 80 હજાર લોકો રોજ આ મંદિરમાં આવતા હતા પરંતુ કોરોના બાદ મંદિર ખૂલ્યા પછી 10 થી 12 હજાર શ્રદ્ધાળુઓ જ આવે છે. જેના કારણે મંદિરને થતી દાનની આવકમાં પણ મોટો ઘટાડો થયો છે. એક રિપોર્ટ પ્રમાણે કોરોના પહેલા અહીંયા રોજના 30 હજાર જેટલા મુંડન થતા હતા પરંતુ હાલ આ સંખ્યા ઘટીને માત્ર ત્રણ હજાર જેટલી થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,451 પર પહોંચી છે. 452 લોકોના મોત થયા છે અને 18,378 લોકો સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં હાલ 16,621 એક્ટિવ કેસ છે.
બચ્ચન બાદ વધુ એક એક્ટરના ઘર સુધી પહોંચ્યો કોરોના, વિસ્તારને જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement