શોધખોળ કરો
બચ્ચન બાદ વધુ એક એક્ટરના ઘર સુધી પહોંચ્યો કોરોના, વિસ્તારને જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન
ફરહાન અખ્તર કોરોના વોરિયર્સની ઘણી મદદ કરી રહ્યો છે. તાજેતરમાં તેણે કોરોના વોરિયર્સને એક હજાર પીપીઈ કિટ ડોનેટ કરી હતી.
![બચ્ચન બાદ વધુ એક એક્ટરના ઘર સુધી પહોંચ્યો કોરોના, વિસ્તારને જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન Actor Farhan Akhtar s security gurard test covid 19 positive બચ્ચન બાદ વધુ એક એક્ટરના ઘર સુધી પહોંચ્યો કોરોના, વિસ્તારને જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/16204043/farhan-akhtar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ કોરોના વાયરસ ધીમે ધીમે બોલિવૂડ સ્ટાર્સને પણ સંકજામાં લઈ રહ્યો છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન હોમ કોરન્ટાઈન છે. હવ કોરોના બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરના ઘર સુધી પહોંચ્યો છે. જે બાદ ફેન્સમાં ચિંતાનો માહોલ છે.
ફરહાન અખ્તરના સિક્યોરિટી ગાર્ડને કોરોના હોવાની જાણકારી મળી રહી છે. જોકે ફરહાન અખ્તર કે તેના પરિવાર તરફથી આ વાતની પુષ્ટિ હજુ સુધી નથી કરવામાં આવી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ફરહાન અખ્તરના બાંદ્રા સ્થિત ઘરે સિક્યોરિટી ગાર્ડનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સૂચના મળતાં જ તંત્રએ તેના ઘરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને આવવા-જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ફરહાન અખ્તર કોરોના વોરિયર્સની ઘણી મદદ કરી રહ્યો છે. તાજેતરમાં તેણે કોરોના વોરિયર્સને એક હજાર પીપીઈ કિટ ડોનેટ કરી હતી. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.
થોડા દિવસ પહેલા એક્ટ્રેસ રેખાના સિક્યોરિટી ગાર્ડનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બીએમસીએ રેખાના ઘરને સેનિટાઇઝ કરવા એક ટીમ મોકલી પરંતુ રેખાએ દરવાજો ખોલ્યો નહોતો. આ પછી ટીમ ઘરની બહારનો હિસ્સો અને આસપાસના વિસ્તારને સેનિટાઇઝ કરીને પરત ફરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)