શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: ઇટલીમાં 24 કલાકમાં 627ના મોત, વિશ્વભરમાં 11 હજારને પાર થયો મોતનો આંકડો
ઇટલી કોરોનાને કારણે થયેલ મોતના મામલે વિશ્વમાં ટોચ પર પહોચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત સાથે કુલ આંકડો 4031 સુધી પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ કાતિલ કોરોનાનો કહેર વિશ્વભરમાં મોટા પાયે વધી રહ્યો છે. ચીનથી શરૂ થયેલ મહામારીની અસર ત્યાં ઓછી થઈ તો ઇટલીમાં સતત કેસ વધી રહ્યા છે. ઇટલી મોતના મામલે ચીન કરતાં પણ આગળ નીકળી ગયું છે. ઇટલીમાં છેલ્લા 24 કલાકમાં 627ના મોત થયા છે. જ્યારં ચીનમાં મોતની સંખ્યાના આંકડામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં માત્ર 7 લોકો છેલ્લા 24 કલાકમાં મર્યા છે. વિશ્વભરમાં આ આંકડો 11385 થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખથી વધારે થઈ ગઈ છે.
ઇટલી અને ઈરાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ચેપ, સ્પેનમાં પણ 24 કલાકમાં 262ના મોત
ઇટલી કોરોનાને કારણે થયેલ મોતના મામલે વિશ્વમાં ટોચ પર પહોચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત સાથે કુલ આંકડો 4031 સુધી પહોંચી ગયો છે. ત્યાર બાદ ઇટલીમાં જ કોરોનાના 5986 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સ્પેનમાં પણ આ આંકડો સતત વધી રહ્યો છે. સ્પેનમાં જ્યાં વિતેલા દિવસે 262 મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં સ્પેનમાં મોતનો આંકડો 1093 સુધી પહોંચી ગયો છે. સ્પેનમાં પણ 3 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે.
જ્યારે ઇરાનમાં પણ 149 લોકોના મોત સાથે કુલ આંકડો 1433 સુધી પહોંચી ગયો છે. 1237 નવા કેસોની સાથે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 19644 થઈ ગઈ છે. જો વાત ચીનની કરીએ તો ચીનમાં માત્ર 7 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. 41 નવા કેસ સાથે અહીં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 81 હજાર થઈ ગઈ છે. તમને જણાવીએ કે, ચીનમાં અત્યાર સુધી કોરોનાને કારણે 3255 લોકોના મોત થયા છે.
જ્યારે બ્રિટેન અને અમેરિકામાં કોરોનોનો કોહરા યથાવત છે. બ્રિટેનમાં કુલ 33ના મોત થયા છે. અહીં 3983 કુલ સંક્રમિત લોકોની સંખ્યા છે. વિતેલા દિવસોમાં અહીં કોરોનાના 714 નવા કેસ સામે આવ્યા છે. બ્રિટેનમાં અત્યાર સુધી કોરોનાથી 177 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અમેરિકામાં પણ 54 મોત છેલ્લા 24 કલાકમાં થયા છે. ગઈકાલે જ અહીં 5709 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 19644 થઈ ગઈ છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 261 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion