સ્પુતનિક-વી વેક્સિન ક્યાં અને ક્યારથી લોકોને મળવાની થશે શરૂ, તેની કિંમત શું છે, જાણો સંપૂર્ણ વિગત
રેડ્ડી લેબોરેટરીઝ અપોલો હોસ્પિટલ્સ ચેનના પણ માલિક છે. વર્તમાન વેક્સિનની 500 ડોઝ હોસ્પિટલમાં આવી ચૂકી છે અને ઝડપથી બીજી મળવાની આશા છે. ભારતમાં ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ સ્પૂતનિક વી વેક્સનનું નિર્માણ કરે છે. આ વેક્સિનને કંપનીના હૈદરબાદ અને વિશાખા પટ્ટનમ સ્થિત પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે.
sputnik-v:રેડ્ડી લેબોરેટરીઝ અપોલો હોસ્પિટલ્સ ચેનના પણ માલિક છે. વર્તમાન વેક્સિનની 500 ડોઝ હોસ્પિટલમાં આવી ચૂકી છે અને ઝડપથી બીજી મળવાની આશા છે. ભારતમાં ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ સ્પૂતનિક વી વેક્સનનું નિર્માણ કરે છે. આ વેક્સિનને કંપનીના હૈદરબાદ અને વિશાખા પટ્ટનમ સ્થિત પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે.
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે હવે બહુ ઝડપથી રશિયાની સ્પૂતનિક વી વેક્સિન લોકોને મળવાની શરૂ થઇ જશે. દિ્લ્લીના ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં આ વેક્સિન આપવાાં આવી રહી છે. રવિવારે આ હોસ્પિટલે 170 લોકોને વેક્સિન લગાવી. હાલ આ હોસ્પિટલ પાસે 500 ડોઝ છે અને બહુ જલ્દી બીજા ડોઝ પણ મળી જશે.
સ્પૂતનિક વેક્સિનની કિંમત શું હશે?
કેન્દ્ર સરકારે નવીનતમ મૂલ્ય નિર્ધારણ નિયમો મુજબ સ્પૂતનિક વી વેક્સિનની કિંમત 1145 રૂપિયા હશે. જેમાં હોસ્પિટલની ફી અને ટેકસ સામેલ હશે. આ પહેલા અપોલો હોસ્પિટલમાં એક ડોઝની કિમત 1250 હતી. જો કે કંપનીઓએ કહ્યું કે. થોડા સમય બાદ કિંમત ઘટાડવામાં આવશે.
કઇ હોસ્પિટલમાં મળશે સ્પૂતનિક વી વેક્સિન
ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ સિવાય આ અઠવાડિયાના અંતે મધુકર રૈનબો ચિલ્ડ્રન હોસ્પિટલમાં સ્પુતનિક વી વેક્સિન લગાવવાનું શરૂ થઇ જશે. સ્પુતનિક વી વેક્સન લગાવતા પહેલા કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને સ્લોટ પણ બુક કરાવવો પડશે.
રશિયાની વેક્સિન સ્પુતનિક વીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે અને 17 મેથી પાયલટ પ્રોજેકટ તરીકે રશિયનાની સ્પુતનિક વેક્સિનનું રસીકરણ શરૂ થશે. ભારતમાં આ વેક્સિનનું નિર્માણ રેડ્ડી લેબોરેટરીઝ કરી રહી છે. આ વેક્સિનનું નિર્માણ હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ સ્થિત પ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે. દેશમાં આ વેક્સન સૌથી પહેલા ડો રેડ્ડી લેબોરેટરીઝના કસ્ટમ ફાર્મા સર્વિસના ગ્લોબલ હેડ દીપક સપ્રાએ લીધી હતી.
આ રસી સૌ પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિઓલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા વિકસાવવામાં આવી હતી. તેને 11 ઓગસ્ટે રશિયામાં મંજૂરી આપવામાં આવી હતી. આ રસી હાલમાં વિશ્વના 67 દેશોમાં આપવામાં આવી રહી છે. જો કે, વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા તેને ઇમરજન્સી રસી તરીકે હજી મંજૂરી મળી નથી. રિપોર્ટ અનુસાર, સ્પુટનિક વી 90 ટકાથી વધુ અસરકારક છે.
ભારતમાં ડો રેડ્ડીઝ લેબોરેટરીઝે ફેબ્રુઆરીમાં રસીના તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી માટે અરજી કરી હતી. જે પછી તેને એપ્રિલમાં ભારતના ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી મળી. આ રસી દેશમાં પાંચ ફાર્મા કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે, જે વાર્ષિક 850 મિલિયનથી વધુ ડોઝનું ઉત્પાદન કરે છે.