શોધખોળ કરો

Coronavirus: લોકો જાગૃત થાય તે માટે JIO- BSNLના નંબરો પર કોલ કરતા સંભળાશે આ મેસેજ

આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ પ્રી-કૉલ મેસેજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેનો હેતુ લોકોને જાગૃત કરી કોરોના વાયરસથી બચાવવાનો છે.

નવી દિલ્હી: ચીનના વુહાનની શરૂ થયેલો ખતરનાક કોરોના વાયરસની અસર દુનિયાના 70થી વધુ દેશો ભરમાં જોવા મળી રહી છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 3200ને પાર થયો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.WHOએ કહ્યું તમામ દેશોએ હજુ ગંભીરતાથી પગલાં ભરવાની જરૂર છે. ત્યારે કોરોનાની અસર ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં અત્યાર સુધી 31 જેટલા પોઝિટિવ મામલા સામે આવ્યા છે. સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. તેથી હવે JIO અને BSNLના ફોન નંબરો પર કોલ કરતી વખતે કોરોનાથી બચવા અંગે જાગૃતતા મેસેજ સંભળાશે. કોરોના વાયરસ (કોવિડ-19) વિશે લોકોના જાગૃતતા ફેલાવવા માટે એક પ્રી-રેકોર્ડેડ મેસેજ લોકોને સંભળાશે. જિયો અને બીએસએનએલના નંબર પર કોલ કરતા એક ઓડિયો મેસેજ સંભળાય છે. જેમાં કહે છે કે, આપ કોરોના વાયરસને ફૈલાવતા રોકી શકો છો. ખાંસી કે છીંક આવે ત્યારે પોતાના મોં પર રૂમાલ રાખો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય, તાવ કે કફથી ફરિયાદ છે તો સીધા તમારા નાક, મોં અને આંખોને સ્પર્શ ના કર. તે સિવાય 1 મીટરનું અંતર બનાવી રાખો. વારંવાર સાબુથી હાથ ધોવો. આ મેસેજ હિંદી અને અંગ્રેજી ભાષામાં સંભાળશે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ પ્રી-કૉલ મેસેજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેનો હેતુ લોકોને જાગૃત કરી કોરોના વાયરસથી બચાવવાનો છે. કોરોનાના કારણે દુનિયાભરમાં દહેશત ફેલાઈ છે. ભારતમાં આગામી સૂચના મળે ત્યા સુધી આજથી અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સેરેમની દર્શકો વગર યોજાશે. જ્યારે સીઆઈએસએફની આગામી અઠવાડિયામાં દેશભરમાં આયોજીત થનારી વાર્ષિક પરેડ રદ્દ કરવામાં આવી છે. ઈન્ડિયા ગેટ પર મહિલા દિવસે યોજાનાર કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં એક દિવસમાં 143 નવા કેસ નોંધાયા હતા. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર થયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget