શોધખોળ કરો
ભારતમાં Coronavirusથી રાહત નહી, 3500ને પાર પહોંચી દર્દીઓની સંખ્યા, 83એ જીવ ગુમાવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 3577 કેસોમાંથી 2119 એક્ટિવ કેસ છે, આમાં 274 લોકો સ્વસ્થ એટલે કે સાજા થઇને ઘરે પહોંચ્યા છે
![ભારતમાં Coronavirusથી રાહત નહી, 3500ને પાર પહોંચી દર્દીઓની સંખ્યા, 83એ જીવ ગુમાવ્યા coronavirus case and death ration full updates in india ભારતમાં Coronavirusથી રાહત નહી, 3500ને પાર પહોંચી દર્દીઓની સંખ્યા, 83એ જીવ ગુમાવ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/05131228/world-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કાતિલ કોરોના વાયરસને કહેર દેશભરમાં સતત વધી રહ્યો છે. કાલે રાજસ્થાન, ગુજરાતમાં એક-એક, મહારાષ્ટ્રમાં ત્રણ અને તામિલનાડુમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. કોરોના વાયરસથી હાલ ભારતમાં કોઇ રાહત નથી મળી રહી.
કોરોનાનો પ્રકોપ હજુ પણ યથાવત છે, આંધ્રપ્રદેશમાં 34, મહારાષ્ટ્રમાં 26, રાજસ્થાનમાં 6, ગુજરાતમાં 14, મધ્યપ્રદેશમાં 12 નવા કેસો સામે આવ્યા છે. આની સાથે હવે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3577 થઇ ગઇ છે. આ વાયરસે અત્યાર સુધી 83 લોકોના જીવ પણ લઇ લીધા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 3577 કેસોમાંથી 2119 એક્ટિવ કેસ છે, આમાં 274 લોકો સ્વસ્થ એટલે કે સાજા થઇને ઘરે પહોંચ્યા છે. એક વ્યક્તિ સાજો થઇને દેશની બહાર જઇ ચૂક્યો છે.
તબલીગી જમાતના કારણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કાલે કોરોનાના નવા 58 દર્દીઓ સામે આવ્યા છે. રાજ્યમાં આ સાથે આંકડો 500ને પાર પહોંચી ગયો છે, એકલા દિલ્હીમાં તબલીગી જમાત સાથે જોડાયેલા કેસની સંખ્યા 320 છે.
![ભારતમાં Coronavirusથી રાહત નહી, 3500ને પાર પહોંચી દર્દીઓની સંખ્યા, 83એ જીવ ગુમાવ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/05220910/test-corona-300x188.jpg)
![ભારતમાં Coronavirusથી રાહત નહી, 3500ને પાર પહોંચી દર્દીઓની સંખ્યા, 83એ જીવ ગુમાવ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/04140054/tablighi-delhi-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)