શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 5 લાખ 60 હજારને પાર
રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,49,798 છે. જ્યારે અત્યાર સુધી 19063 લોકોના મૃત્યુ થયું છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની આંકડો 5 લાખ 60 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11813 નવા કેસ સામે આવતા સંક્રમિતોની સંખ્યા વધીને 5,60,126 સુધી પહોંચી ગઈ છે.
રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,49,798 છે. જ્યારે અત્યાર સુધી 19063 લોકોનું મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 48ના મોત થયા છે અને અત્યાર સુધી કુલ 6991ના મોત મુંબઈમાં થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 1200 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે કુલ 413 દર્દીનું મૃત્યુ થયું છે, જેમાં 288 મોત છેલ્લા 48 કલાક દરમિયાન થઈ છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 29,76,090 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 18.82 ટકા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં આજે રિકવરી રેટ 69.8 ટકા છે. આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં મૃત્યુદર 3.4 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement