શોધખોળ કરો

Coronavirus Cases India: કોરોનાનો અજગરી ભરડો, દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3523 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા.

એક્ટિવ કેસ 32 લાખને પાર

આ પહેલા  સતત આઠ દિવસ સુધી ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા. આજે સતત ચોથા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 32 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3523 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  એક કરોડ 91 લાખ 64 હજાર 969

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 56 લાખ 84 હજાર 406

કુલ એક્ટિવ કેસ - 32 લાખ 68 હજાર 710

કુલ મોત - 2 લાખ 11 હજાર 853

15 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 49 લાખ 89 હજાર 635 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 28,83,37,385 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 30 એપ્રિલના રોજ 19,45,299 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

દેશમાં છેલ્લા 25 દિવસમાં નોંધાયેલા કેસ

30 એપ્રિલઃ 3,86,452

29 એપ્રિલઃ 3,79,257

28 એપ્રિલઃ 3,60,960

27 એપ્રિલઃ 3,23,144

26 એપ્રિલઃ 3,53,991

25 એપ્રિલઃ 3,49,691

24 એપ્રિલઃ 3,46,786

23 એપ્રિલઃ 3,32,730

22 એપ્રિલઃ 3,14,835

21 એપ્રિલઃ 2,95,041

20 એપ્રિલઃ 2,59,170

19 એપ્રિલઃ 2,73,180

18 એપ્રિલઃ 2,61,500

17 એપ્રિલઃ 2,34,692

16 એપ્રિલઃ 2,17,353

15 એપ્રિલઃ 2,00,739

14 એપ્રિલઃ 1,84,372

13 એપ્રિલઃ 1,61,736

12 એપ્રિલઃ 1,68,912

11 એપ્રિલઃ 1,52,879

10 એપ્રિલઃ 1,45,384

9 એપ્રિલઃ 1,31,968

8 એપ્રિલઃ 1,26,789

7 એપ્રિલઃ 1,15,736

6 એપ્રિલઃ 96,982

5 એપ્રિલઃ 1,03,558   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget