શોધખોળ કરો
Advertisement
Coronavirus: ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 137 થઈ
સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ, અત્યાર સુધીમાં 137 લોકોમાં કોરોના વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેમાં 24 વિદેશી નાગરિકો સામેલ છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ, અત્યાર સુધીમાં 137 લોકોમાં કોરોના વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેમાં 24 વિદેશી નાગરિકો સામેલ છે. કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યાં 36 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
કેરળમાં 24,ઉત્તરપ્રદેશમાં 14 અને કર્ણાટકમાં 11 કેસ સામે આવ્યા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી આઠ લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં એક-એક લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો આ બિમારીમાંથી સાજા થયા છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
પંજાબ સરકારે આજે શોપિંગ મોલ, મ્યૂઝિયમ બંધ કરવાની જાહેરાત કરી છે. ધાર્મિક ડેરાને પોતાના આયોજન અને કાર્યક્રમો સ્થગિત કરવા કહેવામાં આવ્યું છે. મેરેજ પેલેસ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે પાર્ટીઓમાં 50થી વધારે લોકો જમા ન થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion