શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ સામે જંગ લડવા રાહુલ ગાંધીએ આપી સલાહ, પ્રધાનમંત્રી મોદીને કરી આ અપીલ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામે લડવા મોટી સંખ્યામાં રેન્ડમ ટેસ્ટ થવા જોઈએ તેમ વિશેષજ્ઞોનું માનવું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 26 હજારને પાર કરી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના સંકટ રોકવા મળીને કામ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સામે લડવા પીએમ મોદીને ફરી એક વખત ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સલાહ આપીને તેમાં આવી રહેલી અડચણો દૂર કરવાની અપીલ કરી છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું, "કોરોના વાયરસ સામે લડવા મોટી સંખ્યામાં રેન્ડમ ટેસ્ટ થવા જોઈએ તેમ વિશેષજ્ઞોનું માનવું છે. ભારતમાં એક મુશ્કેલી છે, જે ટેસ્ટની ગતિને વર્તમાન સમયમાં 40,000 પ્રતિ દિવસથી વધારીને એક લાખ પ્રતિ દિવસ કરવાથી રોકી રહી છે. ટેસ્ટ કિટ પહેલાથી જ સ્ટોકમાં છે. પ્રધાનમંત્રીએ આ મુશ્કેલી દૂર કરવા માટે ઝડપથી કામ કરવાની જરૂર છે."
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 26,496 થઈ છે. જ્યારે 824 લોકોના મોત થયા છે અને 5804 લોકો સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement