શોધખોળ કરો
સરકારની મોટી જાહેરાતઃ 3 મહિના સુધી ATMમાંથી રોકડ ઉપાડવા પર ચાર્જ નહીં, મિનિમમ બેલેન્સ રાખવું મરજિયાત
કોરોના વાયરસના પગલે સરકારે ડેબિટ કાર્ડ ધારકોને અન્ય કોઈપણ બેન્કના ATMમાંથીકોઈપણ ચાર્જ વગર રોકડ ઉપાડવાની મંજૂરી આપી છે.
![સરકારની મોટી જાહેરાતઃ 3 મહિના સુધી ATMમાંથી રોકડ ઉપાડવા પર ચાર્જ નહીં, મિનિમમ બેલેન્સ રાખવું મરજિયાત Coronavirus Govt announces waiver of minimum balance charges for savings bank account સરકારની મોટી જાહેરાતઃ 3 મહિના સુધી ATMમાંથી રોકડ ઉપાડવા પર ચાર્જ નહીં, મિનિમમ બેલેન્સ રાખવું મરજિયાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/24215204/Nirmala-sitaraman-on-ATM.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોના વાયરસના કારણે સંકટમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા સરકારે આજે કટેલીક જાહેરાતો કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમને વીડિયો કોન્ફરન્સ કરીને કહ્યું, ઇકોનોમીને આર્થિક પેકેજ બૂસ્ટર આપવામાં આવશે. આર્થિક પેકેજની તૈયારીનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં એક અગત્યની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના પગલે સરકારે ડેબિટ કાર્ડ ધારકોને અન્ય કોઈપણ બેન્કના ATMમાંથીકોઈપણ ચાર્જ વગર રોકડ ઉપાડવાની મંજૂરી આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બચત બેંક ખાતા માટે લઘુત્તમ બેલેન્સ ચાર્જની સંપૂર્ણ માફીની પણ જાહેરાત કરી છે. તમારા બેન્ક ખાતમાં મિનિમમ બેલન્સ નહી હોય તો પણ કોઈ ચાર્જ વસુલ કરવામાં નહી આવે. કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે દેશને લોકડાઉન હોવાના કારણે સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાને કારણે ગ્રાહકોને મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)