શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં રિકવરી રેટ વધ્યો, 17 રાજ્યમાંથી 50થી 100 ટકા દર્દીઓ થઈ રહ્યાં છે સ્વસ્થ
દેશમાં હાલ રિકવરી રેટ 34 ટકા છે. નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 81970 થઈ ગઈ છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર છે. કોરોના દર્દીઓની રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3967 કેસ સામે આવ્યા છે અને 1685 લોકો સ્વસ્થ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી 27,920 લોકો કોરોના ભરડામાંથી બહાર આવ્યા છે. દેશમાં હાલ રિકવરી રેટ 34 ટકા છે. નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 81970 થઈ ગઈ છે. જેમાંથી 51,401 એક્ટિવ કેસ છે જેમની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 2649 લોકોના મોત થઈ ચૂક્યા છે
રાહતની વાત એ છે કે, સતત રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે. બુધવાર સુધીના આંકડા પ્રમાણે માત્ર 3 ટકા દર્દી આઈસીયૂમાં છે, જ્યારે 2.7 ટકા ઓક્સિજન સપોર્ટ પર અને 0.39 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે. હાલ દેશમાં ડબલિંગ ટાઈમ 13.9 દિવસ થઈ ગયો છે.
ભારતમાં ત્રણ રાજ્ય એવા છે જ્યારે કોરોના વાયરસનો રિકવરી રેટ 100 ટકા છે. આ રાજ્યમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ સામેલ છે. તેના સિવાય દમણ અને દીવ, સિક્કિમ, નાગાલેન્ડ અને લક્ષદ્વીપમાં અત્યાર સુધી કોઈ કેસ સામે આવ્યો નથી. આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, ગોવા, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, પુદુચેરી અને તેલંગણામાં પણ સતત રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે.
કયા રાજ્યમાં કેટલા મોત ?
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ 1091 મોત થયા છે, ગુજરાતમાં 586, મધ્યપ્રદેશમાં- 237, તેલંગણામાં 34, દિલ્હીમાં 115, પંજાબમાં 32, પશ્ચિમ બંગાળ 215, કર્ણાટકમાં 35, ઉત્તર પ્રદેશ 88, રાજસ્થાન-125, કેરળ-4, જમ્મુ-કાશ્મીરમાં 11, આંધ્રપ્રદેશ 48, બિહાર -6, તમિલનાડુ- 66, હિમાચલ પ્રદેશમાં-2 , ઓડિશામાં- 3, ચંડીગઢ -3, આસામ -2 અને મેઘાલયમાં એકનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement