(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: ‘કોરોનાને લઈ પૂરી રીતે તૈયાર છે સરકાર’, સંસદમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી આ અપીલ
Coronavirus: ભારતમાં કોરોનાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી રહી છે. રાજ્યસભા અને લોકસભામાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
Coronavirus: ભારતમાં કોરોનાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી રહી છે. રાજ્યસભા અને લોકસભામાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. સરકાર કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે તેમણે માસ્ક પહેરવા અને સેનિટાઈઝર લગાવવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે હવે દેશભરમાં એક દિવસમાં સરેરાશ 153 કેસ સામે આવી રહ્યા છે.
In the wake of festive & new year season, states are advised to make sure people wear masks, use sanitisers and maintain social distancing along with increasing awareness for precautionary doses: Union Health minister Mansukh Mandaviya in LS pic.twitter.com/z3AjWxabJs
— ANI (@ANI) December 22, 2022
કોરોનાના કેસ વધતાં IMA એ શું કરી અપીલ ?
વિદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટના ત્રણ કેસ નોંધાયા છે. અન્ય દેશોમાં વધતા કોવિડના કેસ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશ (IMA) એ નિવેદન જાહેર કર્યુ છે. જેમાં લોકોને જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત પહેરવા, પ્રસંગોમાં સામાજિક અંતર જળવાય તેવું સૂચન કર્યું છે. ઉપરાંત જો શક્ય હોય તો આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ટાળવાની અપીલ કરી છે તથા જે લોકોનો બુસ્ટર ડોઝ બાકી હોય તેમણે સમયસર લેવા પણ અનુરોધ કર્યો છે.
કોરોનાની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ, અમદાવાદ, રાજકોટ, સુરત સિવિલમાં શરૂ કરાયા કોવિડ વોર્ડ
ફરી એકવાર કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ કોવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો છે. હાલ પ્રાથમિક તબક્કામાં 56 બેડનો કૉવિડ વૉર્ડ તૈયાર કરાયો છે. જે પૈકી શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી માટે 20-20 બેડ જ્યારે 16 ICU બેડ કાર્યરત કરાયા છે. હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોવિડ વૉર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે, તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે. આ તરફ વડોદરા મહાપાલિકાનું આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું. શહેરની ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં 10 બેડનો કૉવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો તો આવનારા દિવસોમાં 70થી 100 બેડનો કૉવિડ વૉર્ડ શરૂ કરાશે.... આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલ્સ ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે.જે પૈકી આઠ પ્લાન્ટ કાર્યરત છે, જ્યારે બે પ્લાન્ટ મેઈન્ટેનન્સ હેઠળ છે. હાલ આરોગ્ય વિભાગે ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં કોવિડના ટેસ્ટિંગ અને બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ભાવનગર મહાપાલિકાના કમિશનર વી.એન. ઉપાધ્યાય અને સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરી. ભાવનગર સિવિલમાં દર મિનિટે 2 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો ઓક્સિજન પ્લાન્ટ છે તો દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા 500થી વધારીને 1 હજાર કરવાની સૂચના આપી છે. કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે બનાસકાંઠામાં જિલ્લામાં બેદરકારી સામે આવી. વડગામ તાલુકાના છાપીમાં આવેલો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો. ઓક્સિજન પ્લાન્ટ આસપાસ હાલ ઘાસચારો ઉગી નીકળ્યો છે...જોકે રાહતના સમાચાર એ પણ છે કે વડગામ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત જોવા મળ્યો. કોરોનાના નવા વેરિયંટની દહેશત વચ્ચે સુરત મહાપાલિકાનું પ્રશાસન સફાળુ જાગ્યું. સુરત મનપાના રાંદેર ઝોનમાં ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ તથા નિષ્ણાંત તબીબોની બેઠક બોલાવાઈ. જેમાં અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરામાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી. તો હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, જરૂરી દવા અને ઈંજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવાના પણ આદેશ અપાયા, તો આરોગ્ય વિભાગને ફરીથી કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકવા તાકિદ કરવામાં આવી.