શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં પહેલીવાર એક દિવસમાં સૌથી વધુ 10 લાખથી વધુ થયા કોરોના ટેસ્ટ
સ્વાસ્થ મંત્રાલય અનુસાર શનિવારે કોવિડ-19થી એક દિવસમાં રેકોર્ડ 63.631 દર્દીઓ સાજા થયા હતા, તેથી સાથે રિકવરી રેટ 74.69 ટકા થઈ ગયો છે. જ્યારે મૃત્યુદર ઘટીને 1.87 ટકા થઈ ગયો છે.
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 લાખથી લધુ સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું છે તેની સાથે દેશમાં કુલ 3.4 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યા છે. સ્વાસ્થ મંત્રાલયને જણાવ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી પ્રાપ્ત આંકડા અનુસાર ટેસ્ટિંગમાં વ્યાપક વધારો કરવામાં આવ્યો છે.
મંત્રાલએ કહ્યું કે, “મોટી સંખ્યમાં ટેસ્ટિંગથી સંક્રમણના કેસના દર પણ શરુઆતમાં વધશે પરંતુ તત્કાલ આઈસોલેટ, અસરકાર રીતે દર્દીઓની દેખરેખ રાખવા અને સમયસર અને અસરકાર ક્લિનિકલ મેનજમેન્ટ જેવા અન્ય પગલાથી આખરે આ ઘટાડો થશે. ”
સૂત્રો અનુસાર, શુક્રવારે કુલ 10,23,836 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા, જેમાં 3.8 લાખ જેટલા રેપિડ એન્ટીજ ટેસ્ટીંગ કરવામાં આવ્યા. સૂત્રો અનુસાર અત્યાર સુધી દેશમાં કુલ 3,44,91,073 સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં 28 ટકા જેટલા કેસ રેપિડ એન્ટીજન પદ્ધતિથી કરવામાં આવ્યા.
દેશમાં આજે 1511 લેબ છે. જેમાં 983 સરકારી ક્ષેત્રમાં તથા 528 ખાનગી લેબ છે.
સ્વાસ્થ મંત્રાલય અનુસાર શનિવારે કોવિડ-19થી એક દિવસમાં રેકોર્ડ 63.631 દર્દીઓ સાજા થયા હતા, તેથી સાથે રિકવરી રેટ 74.69 ટકા થઈ ગયો છે. જ્યારે મૃત્યુદર ઘટીને 1.87 ટકા થઈ ગયો છે. દેશ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે. અને તેમાંથી 22,22,577 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
મનોરંજન
Advertisement