શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેરઃ દેશમાં 24 કલાકમાં 95 હજારથી વધારે કેસ નોંધાયા, 1,172 લોકોના મોત
ICMR મુજબ 9 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 29 લાખ સેંપલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મામલા રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. વિશ્વ સહિત દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરી ડર છે. દેશમાં બે સપ્ટેમ્બરથી દરરોજ એક હજારથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. વિશ્વમાં હાલ સંક્રમણના સૌથી વધારે મામલા અમેરિકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 95,735 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,172 લોકોના મોત થયા છે. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 44 લાખ 62 હજારને પાર થઈ ગઈ છે. જેમાંથી 75,062 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 19 હજાર થઈ છે અને 34 લાખ 71 હજાર લોકો ઠીક થઈ ગયા છે.
ICMR મુજબ 9 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 29 લાખ સેંપલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેંપલ ટેસ્ટિંગ કાલે થયું હતું. પોઝિટિવિટી રેટ 27 ટકાથી ઓછો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement