Coronavirus: મધ્યપ્રદેશની બે વરિષ્ઠ મહિલા સ્વાસ્થ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગત
ભોપાલમાં કોરોના સંક્રમિત મળી આવેલા લોકોના નિવાસ સ્થાનની આસપાસના એક કિલોમીટર વિસ્તારને કલસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યા છે.
![Coronavirus: મધ્યપ્રદેશની બે વરિષ્ઠ મહિલા સ્વાસ્થ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગત Coronavirus: Madhya Pradesh two women health officer gets positive report Coronavirus: મધ્યપ્રદેશની બે વરિષ્ઠ મહિલા સ્વાસ્થ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/06003026/Health-officer-positive.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભોપાલઃ દેશમાં કોરાનો વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3300ને પાર કરી ગઈ છે, જ્યારે 79 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત 79 લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન મધ્યપ્રદેશની બે વરિષ્ઠ મહિલા સ્વાસ્થ્ય અધિકારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગની અગ્ર સચિવ પલ્લવી જૈન ગોવિલ તથા એડિશનલ ડિરેક્ટર સૂચના/સંચાર ડો.વીણા સિન્હાનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે આઈએએસ અધિકારી જે વિજય કુમારનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ભોપાલમાં કોરોના સંક્રમિત મળી આવેલા લોકોના નિવાસ સ્થાનની આસપાસના એક કિલોમીટર વિસ્તારને કલસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યા છે. આવા વિસ્તારોમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ અને મેડિકલ મોબાઇલ યૂનિટ દિશા-નિર્દેશોના આધારા કામ કરશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે, કોરોના સંકટ સમાપ્ત થવા પર હું સ્વયં ગિરિરાજીની પરિક્રમા કરવા જઈશ. કોરોના વાયરસના સંક્રમણના કારણે પેદા થયેલી સંકટની આ ઘડીમાં આપણે બધાએ પ્રધાનમંત્રીની સૂચનાનું પાલન કરવું જોઈએ અને સાથે ઉભા રહીને સંકટનો સામનો કરવો જોઈએ. તેમણે લોકોને ઘરમાં જ રહીને યોગ, વ્યાયામ, ધ્યાન કરવા કહ્યું છે.
શિવરાજ સિંહે એમ પણ કહ્યું કે,આ મહામારીમાંથી જલદી બહાર આવવા માટે હું તમામ ધર્મના લોકોને ઈશ્વરની પ્રાર્થના કરવા કહું છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)