શોધખોળ કરો
Advertisement
Coronavirus: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખને પાર, અત્યાર સુધી 8671 લોકોનાં મોત
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 83,295 છે. જ્યારે અત્યાર સુધી 8671 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનેલી છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 2 લાખને પાર પહોંચી ગઈ છે. આ આંકડો પાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 1,92,900 હતી, જે છેલ્લા 24 કલાકમાં 7074 નવા કેસ સાથે 2,00,064 થઈ ગઈ છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 83,295 છે. જ્યારે અત્યાર સુધી રાજ્યભરમાં 8671 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 7074 કેસ સામે આવ્યા હતા જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર મુંબઈમાં કુલ દર્દીઓની સંખ્યા 83, 237 સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં અત્યાર સુધી કુલ 4830 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 3395 દર્દીઓ સાજા થઈ ગયા છે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,08,082 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,80, 975 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની રિપોર્ટમાં મહારાષ્ટ્રમાં આજે રિકવરી રેટ 54, 02 ટકા દર્શાવામાં આવ્યો છે, જ્યારે મૃત્યુદર 4.33 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement