શોધખોળ કરો
Coronavirus: લોકોની મદદ માટે આગળ આવ્યા આ જાણીતા બિઝનેસમેન, વેન્ટિલેટર બનાવીને પોતાના રિસોર્ટમાં દર્દીઓને આપશે આ સુવિધા
મહિન્દ્રાએ ટ્વિટ કરીને લખ્યું, આ સંકટના સમયનો સામનો કરવા માટે મહિન્દ્રા ગ્રુપે તેનું કામ શરૂ કરી દીધું છે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 410ને પાર કરી ગયો છે. આ સ્થિતિમાં તમામ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે અને કેટલાક લોકો કોરોના વાયરસથી પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. જેમાં આનંદ મહિન્દ્રાનું નામ પણ સામેલ છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને લખ્યું, હુ વેન્ટિલેટર્સ મેન્યુફેક્ચર કરવામાં મદદ કરવા ઈચ્છુ છું અને આ વાયરસથી પીડિત લોકોને મેડિકલ સુવિધા આપવા ઈચ્છુ છું. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક એમ કુલ પાંચ ટ્વિટ કર્યા હતા. મહિન્દ્રાએ ટ્વિટ કરીને લખ્યું, આ સંકટના સમયનો સામનો કરવા માટે મહિન્દ્રા ગ્રુપે તેનું કામ શરૂ કરી દીધું છે. અમારી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મદદથી કઈ રીતે વેન્ટિલેટર બનાવી શકાય તેની ચકાસણી કરી રહ્યા છીએ. મહિન્દ્રા તેના રિસોર્ટમાં થોડા સમય માટે હેલ્થ કેર ફેસિલિટી આપવા તૈયાર છે. અમારી પ્રોજેક્ટ ટીમ સરકાર અને આર્મીની મદદ માટે તૈયાર છે. મહિન્દ્રા ફાઉન્ડેશન તેના ફંડથી નાના ઉદ્યોગો અને સ્વરોજગાર લોકોની મદદ કરશે. અંતિમ ટ્વિટમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું, જો કોઈપણ આ ફંડમાં યોગદાન આપવા માંગતા હોય તો આપી શકે છે. હું મારી સેલરીનો પૂરો હિસ્સો આ ફંડમાં આપીશ અને આગામી થોડા મહિના સુધી તેમાં યોગદાન આપતો રહીશ. જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાય તે માટે હું તમામ લોકોને આ ફંડમાં યોગદાન આપવાની અપીલ કરુ છું.
વધુ વાંચો





















