શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં વધુ એક હોસ્પિટલ બની Corona નું હોટસ્પોટ, ડોક્ટર સહિત કુલ 5 સ્વાસ્થ્યકર્મી સંક્રમિત થતાં મચ્યો ખળભળાટ
હોસ્પિટલમાં એક ડોક્ટર, એક હાઉસકિપિંગ સ્ટાફ અને ત્રણ નર્સ કર્મચારી કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નિઝામુદીન, દિલાશાદ ગાર્ડન અને કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઉપરાંત પંજાબી બાગ સ્થિત મહારાજ અગ્રેસન હોસ્પિટલ પણ કોરોના સંક્રમણનું હોટ સ્પોટ બન્યું છે. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ડૉક્ટર સહિત કુલ પાંચ સ્વાસ્થ્યકર્મી કોરોના વાયરસના સંક્રમણમાં આવી ચુક્યા છે.
આ ઉપરાંત હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીનું મોત પણ થયું છે. જેના પગલે કોરોના વાયરસના અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ રીતે મહારાજા અગ્રેસન હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 7 મામલા સામે આવી ચુક્યા છે.
હોસ્પિટલના ડાયરેક્ટર ડોકટર દીપક સિંગલાએ જણાવ્યું કે, તેમની હોસ્પિટલમાં એક ડોક્ટર, એક હાઉસકિપિંગ સ્ટાફ અને ત્રણ નર્સ કર્મચારી કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. મહારાજ અગ્રેસન હોસ્પિટલ પહેલા દિલ્હી રાજ્ય કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં ડોક્ટર સહિત કુલ છ લોકોને કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. હવે અગ્રેસનમાં મામલા સામે આવ્યા બાદ હેલ્થ વિભાગ એલર્ટ થઈ ગયું છે.
હાલ દુનિયાના 200થી વધુ દેશ કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ ચુક્યા છે છે. વિશ્વમાં 11 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement