શોધખોળ કરો
Advertisement
ગુજરાત સહિત આ 6 રાજ્યમાં છે કોરોનાના 78 ટકા કેસ, 81 ટકા લોકોના મોત પણ અહીં નોંધાયા
કોરોના સંક્રમણથી ભારતમાં 3,163 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત પણ આ છ રાજ્યોમાં થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 3163 પર પહોંચી છે. જ્યારે 39,173 દર્દી સાજા થઈ ગયા છે. ભારતમાં કોરનાના કુલ મામલામાંથી 78 ટકા સંક્રમિતો અને 81 ટકા મોત માત્ર 6 રાજ્યોમાં જ થયા છે.
આ છ રાજ્યમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ છ રાજ્યોમાં મંગળવાર સુધીમાં 79,360 મામલા નોંધાયા છે. ભારતમાં નોંધાયેલા કુલ સંક્રમિતોના 78.46 ટકા દર્દીઓ આ રાજ્યોના છે. મહારાષ્ટ્રમાં 35,058 સંક્રમિતો છે. જ્યારે ગુજરાતમાં 11,743, તમિલનાડુમાં 11,760, દિલ્હીમાં 10,054, રાજસ્થાનમાં 5,507 અને મધ્યપ્રદેશમાં 5,236 દર્દી છે.
કોરોના સંક્રમણથી ભારતમાં 3,163 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત પણ આ છ રાજ્યોમાં થયા છે. દેશમાં સંક્રમણથી મોતને ભેટનારા કુલ લોકોમાંથી 81.63 ટકા લોકો પણ આ છ રાજ્યના છે. મહારાષ્ટ્રમાં 1249, ગુજરાતમાં 694, તમિલનાડુમાં 81, દિલ્હીમાં 158, મધ્યપ્રદેશમાં 252, રાજસ્થાનમાં 138 દર્દીના મોત થયા છે. આ છ રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા 2582 છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,01,139 પર પહોંચી છે અને 3163 લોકોનાં મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion