શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: કેજરીવાલે કોરોનાથી ઠીક થઈને ઘરે ગયેલા દર્દીઓ માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
કેજરીવાલે કહ્યું, થોડા દિવસોથી નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો હોસ્પિટલથી ઠીક થઈને ઘરે જાય છે. કોરોના નેગેટિવ થઈ જાય છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે.
![Coronavirus: કેજરીવાલે કોરોનાથી ઠીક થઈને ઘરે ગયેલા દર્દીઓ માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત Coronavirus Pandemic: Delhi CM Kejriwal announcement for covid 19 discharged patients Coronavirus: કેજરીવાલે કોરોનાથી ઠીક થઈને ઘરે ગયેલા દર્દીઓ માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/26213818/arvind.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો જરૂર પડશે તો કોરોનાથી ઠીક થનારા દર્દીને ઘરે જ ઓક્સિજનની સુવિધા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કોરોનાથી ઠીક થયા બાદ પણ દર્દીને શ્વાસ લેવાની તકલીફ પડે છે. આ સ્થિતિમાં દિલ્હી સરકાર તરફથી લોકોને ઘર પર ફ્રીમાં ઓક્સિજન કંસંટ્રેટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો લીધો છે.
કેજરીવાલે કહ્યું, થોડા દિવસોથી નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો હોસ્પિટલથી ઠીક થઈને ઘરે જાય છે. કોરોના નેગેટિવ થઈ જાય છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. ઓક્સિજનનું લેવલ ઘટેલું જણાય છે. આવા કેટલાક દર્દીના મોત પણ થયા છે.
આપણા હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન પણ કોરોનાથી ઠીક થઈને ઘરે આવ્યા હતા પરંતુ ઘણા સંપૂર્ણ ઠીક થવામાં ઘણા દિવસો લાગી ગયા હતા. સરકારે ફેંસલો લીધો છે કે જે લોકો હોસ્પિટલમાંથી ઠીક થઈને ઘરે આવે તેમને ઓક્સીમીટર કેટલાક દિવસ સુધી આપવામાં આવશે. જો ઓક્સીમીટર પર તેમનામાં ઓક્સીજનનું લેવલ ઓછું જણાય તો ઓક્સીજન કંસંટ્રેટર ઘરે જ ફ્રીમાં સારવાર આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)