શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું મોત, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, જાણો વિગત
પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ઝફર સરફરાઝનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 50 વર્ષીય ક્રિકેટર છેલ્લા ત્રણ દિવસથી પેશાવરની પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં હતા.
લાહોરઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. આમ આદમીથી લઈ સેલિબ્રિટી, રાજકારણી, રમતવીરો તેની ઝપેટમાં આવી ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરનું કોરોના વાયરસથી નિધન થયું છે. જેના કારણે ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ઝફર સરફરાઝનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 50 વર્ષીય ક્રિકેટર છેલ્લા ત્રણ દિવસથી પેશાવરની પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં હતા. ઈસએપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસના કારણે મોતને ભેટનારા સરફરાઝ પાકિસ્તાનના પ્રથમ પ્રોફેશનલ ક્રિકેટર છે.
સરફરાઝે 1988માં ડેબ્યૂ કર્યુ હતું. તેમણે 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં પેશાવર તરફથી રમતા 616 રન બનાવ્યા હતા. નિવૃત્તિ પહેલા 1994માં તેમણે એક છ દિવસીય મેચમાં 96 રનની ઈનિંગ રમી હતી. 2000માં પેશાવરની સીનિયર અને અંડર-19 ટીમ માટે કોચની ભૂમિકા નીભાવી હતી.
ઝફર પાકિસ્તાનના ઈન્ટરનેશનલ ક્રિકેટર અખ્તર સરફરાઝના ભાઈ હતા. અખ્તર સરફરાઝનું મોત 10 મહિના પહેલા કોલોન કેન્સરના કારણે થયું હતું. પાકિસ્તાનમાં કોરોના પોઝિટિવની સંખ્યા આશરે 5500 છે, જેમાંતી 744 પેશાવરમાં છે.
વિશ્વમાં કોરોના પોઝિટિવની સંખ્યા 19,20,618 પર પહોંચી છે. જેમાંથી 1,19,687 લોકોના મોત થયા છે અને 4,49,949 લોકો ઠીક થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement