શોધખોળ કરો
Coronavirus: દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 8380 કેસ નોંધાયા, મૃતકોની સંખ્યા 5 હજારને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,82,143 પર પહોંચી છે. 5164 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનમાં છૂટછાટો સાથે કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 1.82 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 8380 નવા કેસ નોંધાયા છે અને 193 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,82,143 પર પહોંચી છે. 5164 લોકોના મોત થયા છે અને 86,984 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 89,995 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 2197, ગુજરાતમાં 1007, મધ્યપ્રદેશમાં 343, દિલ્હીમાં 416, આંધ્રપ્રદેશમાં 60, આસામમાં 4, બિહારમાં 20, ચંદીગઢમાં 4, છત્તીસગઢમાં 1, હરિયાણામાં 19, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 28, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 48, કેરળમાં 9, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 44, રાજસ્થાનમાં 193, તમિલનાડુમાં 160, તેલંગાણામાં 77, ઉત્તરાખંડમાં 5, ઉત્તરપ્રદેશમાં 201 અને પશ્ચિમ બંગાળમાં 309 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 65,268 પર પહોંચી છે. તમિલનાડુમાં 21,284, ગુજરાતમાં 16,343, દિલ્હીમાં 18,549, રાજસ્થાનમાં 8617, મધ્યપ્રદેશમાં 7891, ઉત્તરપ્રદેશમાં 7445, આંધ્રપ્રદેશમાં 3569, બિહાર 3636, પંજાબમાં 2233, તેલંગાણામાં 2499, પશ્ચિમ બંગાળમાં 5130 સંક્રમિતો નોંધાયા છે.
ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,82,000થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ભારત સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. આ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement