શોધખોળ કરો

આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 

હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે પણ 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ : હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે પણ 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ 15  ઓગસ્ટ બાદ  સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે. અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.  આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. બાદમાં વરસાદનું જોર વધશે અને 15 ઓગસ્ટ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે.  

બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે

17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે. તારીખ 13 થી 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવુ નથી.

20 ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશ, વડોદરા,  નવસારી, સુરત, આહવા, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ઉતરમાં સાબરકાંઠા, ઉતર ગુજરાત, કચ્છ, ઉતર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે. 

વરસાદના લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં મોનસૂન એક્ટિવ થાય તેવા એેંધાણ જોવા મળી રહ્યાં  છે. હવાાન વિભાગ સહિતના અનેક વેઘરના મોડલ આગામી દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી રહ્યાં છે. 

ટોપ સ્ટોરી

ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 2026 દરમિયાન 908 ગુનેગારોને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા
ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 2026 દરમિયાન 908 ગુનેગારોને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા
Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?
Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?
Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?
ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 2026 દરમિયાન 908 ગુનેગારોને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા
ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 2026 દરમિયાન 908 ગુનેગારોને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
Embed widget