શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં એક દિવસમાં નવા મામલા કરતાં વધારે લોકો થયા સાજા, રિકવરી મામલે અમેરિકાથી આગળ નીકળ્યું ભારત
વિશ્વમાં ભારત કોરોનાના કેસમાં અમેરિકા બાદ બીજા નંબર પર છે.
નવી દિલ્હીઃ દેશમાં એક દિવસમાં રિકવરથનારા દર્દીની સંખ્યા કોરોના વાયરસના નવા મામલા કરતા વધારે છે. આ સાથે ભારતે રિકવરી મામલે અમેરિકાને પાછળ રાખી દીધું છે. છેલ્લા 24 કલાકમાં 95,880 લોકો રિકવર થયા છે, જ્યારે 93,337 નવા કેસ નોંધાયા છે. ભારત સંક્રમિતોની સંખ્યામાં અમેરિકા બાદ વિશ્વમાં બીજા ક્રમે છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 41,91,894 લોકો કોરોનાથી ઠીક થઈ ગયા છે, જ્યારે ભારતમાં 42,84,031 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 93,337 નવા કેસ અને 1,247 મોત નોંધાયા છે. દેશમાં કુલ કેસ 53,08,015 પર પહોંચી છે. જેમાંથી 10,13,964 એક્ટિવ કેસ છે અને 42,08,432 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 85,619 પર પહોંચ્યો છે.
વિશ્વમાં ભારત કોરોનાના કેસમાં અમેરિકા બાદ બીજા નંબર પર છે. અમેરિકામાં કોરોનાના અત્યાર સુધી 69,25,941 મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ભાર દઈને કહ્યું કે, 70 ટકાથી વધારે લોકોના મોત અન્ય ગંભીર બીમારીના કારણે થયા છે.
દેશમાં કોરોનાથી ઠીક થવાનો દર 78.86 ટકા છે. આંકડા મુજબ કોવિડ-19થી થનારા મોતના દરમાં ઘટાડો આવ્યો છે અને 1.62 ટકા થયો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion