શોધખોળ કરો
Advertisement
દેશનાં આ 15 સ્થળો છે કોરોનાના થોકબંધ કેસોના અડ્ડા, ગુજરાતના ક્યા શહેરનો સમાવેશ ? કોણ આપી આ ચેતવણી ?
કાંતે ટ્વિટ કરીને લખ્યુ, આ 15 જિલ્લા આપણી લડાઈમાં ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને તેમાંથી સાત જિલ્લામાં કોરોના વાયરસના સૌથી વધારે મામલા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 31,322 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1007 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 7,696 લોકો સ્વસ્થ થઈ ગયા છે. આ દરમિયાન નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત 15 સ્થળોની ઓળખ સંક્રમણના સૌથી વધારે વિસ્તાર તરીકે કરી છે.
અમિતાભ કાંતે કહ્યું, કોરોના વાયરસ સામે લડવામાં ભારતની સફળતા આ જગ્યાઓ પર નિર્ભર કરે છે. 15 પૈકી સાત જિલ્લા કોરોનાના થોકબંધ અડ્ડા તરીકે સામે આવ્યા છે. તેમાં હૈદરબાદ(તેલંગાણા), પુણે(મહારાષ્ટ્ર), જયપુર(રાજસ્થાન), ઈન્દોર(મધ્યપ્રદેશ), અમદાવાદ(ગુજરાત), મુંબઈ(મહારાષ્ટ્ર) અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરા(ગુજરાત), કુરનુલ(આંધ્રપ્રદેશ), ભોપાલ(મધ્યપ્રદેશ), જોધપુર(રાજસ્થાન), આગ્રા(ઉત્તરપ્રદેશ), થાણે(મહારાષ્ટ્ર), ચેન્નઈ(તમિલનાડુ) અને સુરત(ગુજરાત)માં પણ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યાનું પ્રમાણ વધારે છે. આ વિસ્તારો કોવિડ-19 સામેની લડાઈમાં સફળતાની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે.
કાંતે ટ્વિટ કરીને લખ્યુ, આ 15 જિલ્લા આપણી લડાઈમાં ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને તેમાંથી સાત જિલ્લામાં કોરોના વાયરસના સૌથી વધારે મામલા છે. કોવિડ-19 સામે ઝઝૂમવામાં ભારતની સફળતા તેના પર નિર્ભર છે. આપણે આ જિલ્લામાં યોગ્ય દેખરેખ, પરીક્ષણ અને સારવાર કરવી જોઈએ. આપણે અહીંયા જીતવું જ જોઈએ.These 15 districts are critical in our battle against #Covid_19 Of them 7 show particularly high case volumes. India’s success in battling COVID-19 is dependent on them. We must aggressively monitor, contain, test, treat in these districts! We must win here. pic.twitter.com/QDFvvza6iM
— Amitabh Kant (@amitabhk87) April 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement