શોધખોળ કરો
Covid-19: નવરાત્રિ અને દિવાળીમાં લોકોની ખુશીમાં ખલેલ ન પડે તે માટે PM મોદી આજે કરશે આ કામ, જાણો વિગત
પીએમ મોદી ટ્વિટ દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવી રાખવા, હાથની સ્વચ્છતા અંગેના મુખ્ય સંદેશોની સાથે ઓછા ખર્ચવાળું અસરદાર અભિયાન શરૂ કરવાની અપીલ કરશે.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ કોરોના સંકટ દરમિયાન ઉચિત વ્યવહાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વિટના માધ્યમથી આજે એક જન આંદોલન અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન આગામી તહેવારો અને શિયાળાની મોસમને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીનું માનવું છે કે દેશમાં તહેવારોની સીઝન આવવાની છે. આ સ્થિતિમાં કોરોનાના મામલા ન વધે તે માટે વધારે જાગૃતિની જરૂર છે.
પીએમ મોદી ટ્વિટ દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવી રાખવા, હાથની સ્વચ્છતા અંગેના મુખ્ય સંદેશોની સાથે ઓછા ખર્ચવાળું અસરદાર અભિયાન શરૂ કરવાની અપીલ કરશે. પ્રધાનમંત્રી ટ્વિટ બાદ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને રાજ્ય સરકારો દ્વારા આ કાર્યને લઈ યોજના લાગુ કરવા માટે તમામ દ્વારા એક કોરોના પ્રતિજ્ઞા લેવામાં આવશે. કોરોનાના વધારે મામલાવાળા જિલ્લામાં તેનો પ્રસાર રોકવાનો લક્ષ્ય નિર્ધારીત કરાશે.
દરેક નાગરિક માટે સરળ અને આસાનાથી સમજી શકાય તેવા સંદેશ પ્રસારિત કરાશે. તમામ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર કરાશે. જાહેર સ્થળો પર બેનર કે પોસ્ટર લાગવાશે. કાર્યકર્તા અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને જોડવા, સરકારી પરિસરોમાં હોર્ડિંગ, વોલ પેઇન્ટિંગ, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ લગાવવા, સંદેશને ઘર સુધી પહોંચાડવા સ્થાનિક તથા રાષ્ટ્રીય સ્તરે પ્રભાવિતોને સામેલ કરવા, નિયમિત જગૃતતા માટે મોબાઈલ વાન ચલાવવી, ઓડિયો સંદેશ, બ્રોશર વહેંચવા, કોવિડ સંદેશ ચલાવવા માટે સ્થાનિક કેબલ ઓપરેટરોને પ્રેરિત કરવા સહિત વિવિધ મીડિયામાં અભિયાન ચલાવાશે.
તહેવારોની સીઝનમાં કોરોના લોકોની ખુશીમાં વિધ્ન ન પાડે તેથી સજાગતા અને જાગૃતિ બની રહે તેમ પ્રધાનમંત્રી ઈચ્છે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દુનિયા
શિક્ષણ
શિક્ષણ
Advertisement
