Corona ને હરાવીશું: PM મોદીએ અટલ બિહારી વાજપેયીની કવિતાવાળો વીડિયો ટ્વિટ કરીને કહી આ વાત, જાણો વિગતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધન કર્યુ અને આ દરમિયાન પીએમે દેશવાસીઓને અપીલ કરીને રવિવારે રાત્રે સાંજે 9 વાગ્યે તેમના ઘરની બાલકનીમાં કે છત પર જઈને મીણબત્તી કે દીવો પ્રગટાવવા આહ્વાન કર્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા 21 દિવસના લોકડાઉન વચ્ચે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધન કર્યુ અને આ દરમિયાન પીએમે દેશવાસીઓને અપીલ કરીને રવિવારે રાત્રે સાંજે 9 વાગ્યે તેમના ઘરની બાલકનીમાં કે છત પર જઈને મીણબત્તી કે દીવો પ્રગટાવવા આહ્વાન કર્યું છે.
આ ટ્વિટ દ્વારા મોદીએ ફરી લોકોને અપીલ કરી છે. તેમણે દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો એક વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં લખ્યું, આવો દીપ પ્રગટાવીએ. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ સાથે અટલ બિહારી વાજપેયીનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ જાણીતા કવિતા વાંચી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લાઇટ બંધ કરીને દીવો પ્રગટાવવા આહ્વાન કર્યુ છે. મોદીએ ગઈકાલે વીડિયો સંદેશમાં કહ્યું, આ રવિવારે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આપણે એક છીએ. તેમણે અપીલ કરીને કહ્યું, આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિગનું ઉલ્લંઘન ના કરો. સોશિયલ ડિસ્ટેંસિંગની લક્ષ્મણ રેખા પણ ઓળંગવાની નથી. કોરોનાની ચેન તોડવી જ તેનો રામબાણ ઈલાજ છે.