શોધખોળ કરો
Advertisement
અમેઠીઃ રાહુલ ગાંધીએ પાંચ ટ્રક ચોખા, પાંચ ટ્રક લોટ અને એક ટ્રક દાળની સાથે તેલ, મસાલા તથા અન્ય ખાદ્ય સામગ્રી મોકલી
અત્યાર સુધીમાં 12,900 લોકોને મધ્યાહન ભોજનના પેકેટ પહોંચાડવામાં આવી ચુક્યા છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠીમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પાંચ ટ્રક ચોખા, પાંચ ટ્રક લોટ, ઘઉં અને એક ટ્રક દાળની સાથે તેલ, મસાલા તથા અન્ય ખાદ્ય સામગ્રી મોકલી છે.
અમેઠી જિલ્લા કોંગ્રેસા પ્રવક્તા અનિલ સિંહે જણાવ્યું કે, અમેઠીમાં કોઈ ભૂખ્યો ન રહે અને દરેક જરૂરિયાતમંદને રાહત સામગ્રી પહોંચે તે માટે અમેઠી સંસદીય ક્ષેત્રની 877 ગ્રામ પંચાયતો તથા નગર પંચાયતો, નગર પાલિકામાં રાહુલ ગાંધી તરફથી 16,400 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 12,900 લોકોને મધ્યાહન ભોજનના પેકેટ પહોંચાડવામાં આવી ચુક્યા છે. સંકટના સમયમાં 50 હજાર માસ્ક, 20 હજાર સેનિટાઇઝર બોટલ અને 20 હજાર સાબુ પણ લોકોને વહેંચવામાં આવ્યા છે.
સિંહે કહ્યું, રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં ચાલી રહેલા કોંગ્રેસ ફાઇટ્સ કોરોના ગ્રુપના માધ્યમાથી અમેઠી સંસદીય મતવિસ્તારમાં અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબોની મદદ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ રાહુલ ગાંધી અન્ય સામગ્રી મોકલી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement