શોધખોળ કરો
Advertisement
વાતાવરણમાં ઠંડી વધતાં કોરોનાનો ખતરો વધશે કે ઘટશે ? સંશોધકોએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો મહત્વની વિગત
રિસર્ચર્સે પોતાની સ્ટડીમાં દલીલ કરી છે કે, જ્યારે ભેજ ઓછું થઇ જાય છે અને હવા સૂક્ષ્મ થઇ જાય છે ત્યારે કણ વધારે સૂક્ષ્મ થઇ જાય છે.
નવી દિલ્હીઃ વિશ્વમાં ફેલાઈ રહેલ કોરોનાના પ્રકોપને લઈને અવારનવાર નવા નવા દાવો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ન તો તેની કોઈ રસી બની છે અને ન તો કોઈ ચોક્કસ દવાની શોધ થઈ શકી છે. સિડની યૂનિવર્સિટી અને શાંઘાઈની ફૂડાન યૂનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થે એક રિસર્ચમાં દાવો કર્યો છે કે તાપમાનમાં જેમ જેમ ભેજ ઘટતો જશે તેમ તેમ ચેપનું જોખમ વધી જશે. તેમનું કહેવું છે કે, કોવિડ-19 ઠંડીમાં સીઝનલ બીમારી બની શકે છે.
ચેનલ 9માં પ્રકાશિત અહેવાલ અનુસાર સિડનીમાં કોરોનાના 749 દર્દી પર રિસર્ચ કરીને આ દાવો કરવામાં આવ્યો છે. આ રિસર્ચ 26 ફેબ્રુઆરીથી 31 માર્ચની વચ્ચે કરવામાં આવ્યો જેમાં વરસાદ, ભેજ અને જાન્યુઆરીથી માર્ચના તાપમાનના આંકડા લેવામાં આવ્યા હતા. મહામારી નિષ્ણાંતો અને ચેપના અન્ય પેરામીટર્સ પર જ્યારે આ રિસર્ચ કરીને કહ્યું કે, ચેપ ફેલાવવામાં ભેજ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
સિડની યૂનિવર્સિટીના પ્રોફેસર માઇકલ વાર્ડ અનુસાર, ઠંડી કરતાં પણ વધારે મહત્ત્વનું છે ઓછા ભેજવાળું વાતાવરણ. તેમણે કહ્યું, ભેજ ઘટવા પર વાયરસના કરણ પણ હલખા અને નાના થતા જાય છે. માટે ચેપનું જોખમ વધી જાય છે. ચીન, યૂરોપ, ઉત્તર અમેરિકામાં આ મહામારી ઠંડીની સીઝનમાં ફેલાઈ.
રિસર્ચર્સે પોતાની સ્ટડીમાં દલીલ કરી છે કે, જ્યારે ભેજ ઓછું થઇ જાય છે અને હવા સૂક્ષ્મ થઇ જાય છે ત્યારે કણ વધારે સૂક્ષ્મ થઇ જાય છે. આ દરમિયાન છીંકવા કે ઉધરસ ખાવા પર કણ હવામાં લાંબા સમય સુધી ટકી રહે છે. તેવામાં સ્વસ્થ લોકોમાં સંક્રમણનું જોખમ વધી જાય છે. તો બીજી તરફ હવામાં ભેજ વધે છે તો આ કણ મોટા અને ભારે હોવાથી નીચે પડી જાય છે.
સિડની યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ વોર્ડના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 ઠંડીમાં સીઝનલ બીમારી બની શકે છે. જો ઠંડીની સિઝન છે અને લક્ષણ દેખાય તો તરત જ અલર્ટ થવું જરૂરી છે. રિસર્ચર્સનો દાવો છે કે, હોન્ગકોન્ગમાં કોવિડ-19 અને સાઉદી અરેબિયામાં મેર્સના કેસોનું વાતાવરણ સાથે જોડાણ મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion